તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
ચોટીલાના ધ્રોકડવામાં મોટરસાઇકલ સ્લીપ થતાં જીવરાજભાઇ ચાવડાનું મૃત્યુ
વૃધ્ધ ગામમાં આટો મારવા નીકળ્યા ત્યારે બનાવઃ રાજકોટમાં દમ તોડયો

રાજકોટ તા. ૧૦: ચોટીલાના ધ્રોકડવા ગામે રહેતાં વૃધ્ધનું ધોકા-પડતર દિવસના રોજ વાહન સ્લીપ થઇ જવાને કારણે ગંભીર ઇજા થતાં સારવાર દરમિયાન રાજકોટમાં મૃત્યુ થયું હતું.
જાણવા મળ્યા મુજબ ધ્રોકડવા વાડી વિસ્તારમાં રહેતાં જીવરાજભાઇ અરજણભાઇ ચાવડા (ઉ.વ.૭૦) નામના વૃધ્ધ તા. ૯/૧૧ના બપોરે સાડાબારેક વાગ્યે મોટર સાઇકલ લઇને ગામમાં જતાં હતાં ત્યારે તેમનું વાહન સ્લીપ થઇ જતાં ગંભીર ઇજાઓ થતાં જસદણ સારવાર માટે ખસેડાયા હતાં. ત્યાંથી વધુ સારવાર માટે આટકોટ અને બાદમાં રાજકોટ સિવિલમાં રીફર કરાયા હતાં. પરંતુ અહિ ધોકાને દિવસે સાંજે મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે નાની મોલડી પોલીસને જાણ કરતાં જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી.
(12:37 PM IST)










