<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર તરીકે જે.જે. પટેલની બિનહરીફ વરણી : વકીલોમાં ખુશીની લહેર

રાજકોટ, તા.૨૧:    રાજ્‍યના એડવોકેટ જનરલ શ્રી કમલ ત્રિવેદીની ગરિમામય અધ્‍યક્ષતામાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત (BCG) ની સામાન્‍ય સભા યોજાઈ હતી. આ સભામાં ગુજરાતના કાનૂની જગત માટે અત્‍યંત ગૌરવરૂપ નિર્ણય લેવામાં આવ્‍યો છે, જેમાં ગ્‍ઘ્‍ઞ્‍ ના પૂર્વ ચેરમેન અને પીઢ ધારાશાષાી શ્રી જે.જે. પટેલની ‘બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયા' (BCI) ના મેમ્‍બર તરીકે બિનહરીફ વરણી કરવામાં આવી છે.

આ ઐતિહાસિક નિયુક્‍તિ સાથે શ્રી જે.જે. પટેલ હવે રાષ્‍ટ્રીય ફલક પર કાનૂની અને વહીવટી ક્ષેત્રે મહત્‍વપૂર્ણ ભૂમિકા ભજવશે. સમગ્ર ગુજરાતના વકીલ આલમમાં એવી પ્રબળ લાગણી અને અપેક્ષા વ્‍યાપી છે કે શ્રી જે.જે. પટેલ આગામી સમયમાં બાર કાઉન્‍સિલ ઓફ ઇન્‍ડિયાનું પણ સફળ નેતળત્‍વ કરી ગુજરાતનું નામ રાષ્‍ટ્રીય સ્‍તરે રોશન કરે. આ પ્રસંગે નવનિયુક્‍ત બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાત ના ચેરમેન પી. ડી. પટેલ સહિત તમામ હોદ્દેદારો અને મેમ્‍બરોએ તેમને રાષ્‍ટ્રીય સ્‍તરના ભાવિ નેતળત્‍વ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી

તદુપરાંત, આ સામાન્‍ય સભામાં બાર કાઉન્‍સિલ ઓફ ગુજરાતના નવા માળખાની પણ રચના કરવામાં આવી હતી. જેમાં ચેરમેન તરીકે શ્રી પી. ડી. પટેલ, વાઇસ ચેરમેન તરીકે શ્રીમતી નિમિષા ધોત્રે, એક્‍સએકયુટિવે ચેરમેન તરીકે અનિરુદ્ધસિંહ ઝાલા તથા અન્‍ય વિવિધ મહત્‍વની જવાબદારીઓ માટે નવનિયુક્‍ત હોદ્દેદારોની પસંદગી કરવામાં આવી હતી.(

(3:50 PM IST)