<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 2nd November 2026

આનંદો... આજીમાં સૌની યોજનાનાં નીર ઠાલવવાનું શરૂ

હવે પાણીકાપ નહિ મૂકાયઃ સરકાર-કોર્પો. પ્રજાની પડખેઃ ઉનાળા સુધી મળતા રહેશે નીર : રાજકોટ માટે કુલ ૪૪૦૦ MCFT પાણીની માગણીઃ દિવાળીના તહેવારો પૂર્વે રાજકોટવાસીઓનું ટેન્‍શન હળવુઃ મેયર નેહલ શુક્‍લ

રાજકોટ, તા. રઃ દિવાળીના તહેવારો વચ્‍ચે રાજકોટવાસીઓ માટે પાણીના મોરચે રાહતના સમાચાર સામે આવ્‍યા છે. રાજ્‍ય સરકાર દ્વારા સૌની યોજના મારફતે રાજકોટના આજી અને ન્‍યારી ડેમમાં પાણી પહોંચાડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. હાલમાં આજી ડેમમાં સૌની યોજનાનું પાણી ઠલવાઈ રહ્યું છે, જ્‍યારે આગામી એકથી બે દિવસમાં ન્‍યારી ડેમમાં પણ પાણીની આવક શરૂ થવાની છે. આ સાથે રાજકોટ શહેરની પાણીની જરૂરિયાતને પહોંચી વળવા માટે કુલ ૪૪૦૦ MCFT પાણીની માગણી કરવામાં આવી હોવાનું મેયર નેહલ શુક્‍લએ જણાવ્‍યું હતું.

મેયર નેહલ શુક્‍લએ જણાવ્‍યું હતું કે, આજી ડેમમાં હાલ સૌની યોજના અંતર્ગત દરરોજ આશરે ૧૮થી ૨૦ મિલિયન કયુબિક ફૂટ (MCFT) પાણીની આવક થઈ રહી છે. પાણીની આવક અને ઉપાડની પ્રક્રિયા સતત ચાલુ છે. હાલની સ્‍થિતિ મુજબ આગામી આશરે ૩૫ દિવસમાં આજી ડેમ ભરાઈ જવાની શકયતા છે. જોકે, ડેમમાં પાણીની આવકની સાથે શહેર માટે પાણીનો ઉપાડ પણ ચાલુ હોવાથી સમગ્ર પરિસ્‍થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે.

આજી ડેમ બાદ હવે ન્‍યારી ડેમમાં પણ સૌની યોજનાનું પાણી પહોંચાડવાની તૈયારીઓ કરવામાં આવી છે. આગામી એકથી બે દિવસમાં ન્‍યારી ડેમમાં પાણીની આવક શરૂ થવાની શકયતા છે. ન્‍યારી ડેમને ભરવામાં આજીની સરખામણીએ થોડો વધુ સમય લાગી શકે છે. બંને ડેમમાં પાણીની આવક શરૂ થતાં રાજકોટ શહેર માટે પાણીનો જથ્‍થો વધશે અને આગામી દિવસોમાં પાણી વિતરણ વ્‍યવસ્‍થાને મોટી રાહત મળશે.

રાજકોટ શહેરની વર્તમાન અને આગામી દિવસોની પાણીની જરૂરિયાતને ધ્‍યાનમાં રાખીને રાજ્‍ય સરકાર સમક્ષ કુલ ૪૪૦૦ MCFT પાણીની માગણી કરવામાં આવી છે. સૌની યોજના અંતર્ગત પાણી પહોંચાડવાની કામગીરી શરૂ થતાં મહાનગરપાલિકા તંત્રને પણ રાહત મળી છે. આજી અને ન્‍યારી ડેમમાં પાણીનો જથ્‍થો વધવાથી શહેરની પાણી વિતરણ વ્‍યવસ્‍થા વધુ સુદૃઢ બનવાની આશા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે.

મેયર નેહલ શુક્‍લએ જણાવ્‍યું હતું કે, રાજ્‍ય સરકારે દિવાળીના તહેવારોમાં રાજકોટવાસીઓની પાણીની ચિંતા હળવી કરી દીધી છે. આજી ડેમમાં સૌની યોજનાનું પાણી આવી રહ્યું છે અને ટૂંક સમયમાં ન્‍યારી ડેમમાં પણ પાણીની આવક શરૂ થશે. રાજકોટવાસીઓએ પાણીના પ્રશ્ને ચિંતા કરવાની જરૂર નથી. લોકો બેફિકર રહે.

આમ, દિવાળીના તહેવારો વચ્‍ચે આજી ડેમમાં સૌનીનાં નીર ઠલવાતાં અને ન્‍યારી ડેમમાં પણ પાણી પહોંચાડવાની તૈયારીઓ શરૂ થતાં રાજકોટ શહેર માટે પાણીના મોરચે રાહતની સ્‍થિતિ સર્જાઈ છે.(૬.૧૪)

આજી-ન્‍યારીમાં સૌની યોજનાનું પાણી

આજી ડેમઃ સૌની યોજનાનું પાણી આવવાનું ચાલુ. દૈનિક આવકઃ આશરે ૧૮થી ૨૦ MCFT. આજી ભરાવાનો અંદાજઃ આશરે ૩૫ દિવસ.  ન્‍યારી ડેમઃ એકથી બે દિવસમાં પાણીની આવક શરૂ થવાની શકયતા. ન્‍યારી ભરાવાનો સમયઃ આજી કરતાં થોડો વધુ. કુલ પાણીની માગણીઃ ૪૪૦૦ MCFT. પાણીની આવક અને ઉપાડઃ બંને પ્રક્રિયા ચાલુ.

(3:24 PM IST)