<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 24th June 2026

રપ જૂન : કટોકટી : લોકશાહીની રક્ષા માટેના આંદોલનમાં ગુજરાત દેશને દિશા આપનારૂ રાજય બન્‍યું હતું : ડો. માધવ દવે

કાલે સાંજે શહેર ભાજપના કમલમ કાર્યાલય ખાતે ‘સંવિધાન હત્‍યા દિવસ' અંતર્ગત સેમીનાર, મીસાવાસીઓનું સન્‍માન અને પરશોતમભાઈ રૂપાલાનું મનનીય વકતવ્‍ય

રાજકોટ : રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજાની એક સંયુક્‍ત અખબારી યાદીમાં જણાવ્‍યું હતું કે, ૫૧ વર્ષ પહેલાના એ ૨પ જૂનના દિવસને લોકશાહીના ઇતિહાસનો ક્‍લંકિત અને કાળો દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તત્‍કાલિન વડાપ્રધાન સ્‍વ. શ્રી ઇન્‍દિરા ગાંધીએ મંત્રીમંડળની પરવાનગી વગર તત્‍કાલિન રાષ્‍ટ્રપતિ ફખરૂદીનઅલી અહમદ પાસે રાતોરાત આદેશ પર હસ્‍તાક્ષર કરાવી દેશમાં ઁક્‍ટોક્‍ટીઁજાહેર કરી હતી. ૬૩૫ દિવસ ચાલેલા આ યુઘ્‍ઘમાં ગુજરાતની ભૂમિકા મહત્‍વની હતી.

કોંગ્રેસ સરકારનો વિરોધ કે વિરોધની વિચારસરણી ધરાવનાર માટે ઘર નહિં પરંતુ જેલ એ ઘર બની ગયું હતું. દેશભરમાંથી હજારો કાર્યકરો જેમાં ભારતીય જનસંઘ, રાષ્‍ટ્રીય સ્‍વંયસેવક સંઘ, અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સહિત બિનપક્ષીય સામાજીક કાર્યકરોને કોંગ્રેસની સરકારના દિશા દર્શન હેઠળ જેલમાં મોકલવામાં આવ્‍યા હતા. દેશમાં રાજકીય વિરોધના કે દેશના હિતના વિચારો રજૂ કરનારને કોઈ સ્‍થાન ન હોતું. ગરીબોની વેદના સાંભળનાર કોઈ નહોતું, શોષિત, પીડિતનો અવાજ રજુ કરનાર જેલ ભેગા થઈ ગયા હતા. જેમાં શ્રી અટલ બિહારી બાજપાયી, શ્રી લાલકળષ્‍ણ અડવાણીજી, સ્‍વ.વિજય રાજમાતા સિંધયા, સ્‍વ.શ્રીમતી ગાયત્રીદેવી, રાષ્‍ટ્રીય સ્‍વંસેવક સંઘના તત્‍કાલિન સરસંઘ ચાલક સ્‍વ.શ્રી બાળાસાહેબ દેવરસ સહિત હજારો લોકોને જેલ ભેગા કરવામાં આવ્‍યા હતા. જે તે સમયે ગુજરાતમાં જનતા સરકારની સરકાર હતી અને કોંગ્રેસ સરકારના આ નિર્ણયથી સરકારે કટોકટી સામે રાજીનામું આપી આંદોલનમાં ઝુંકાવ્‍યું હતું. કટોકટી વિરૂઘ્‍ધ લડવા માટે આપણી ગુજરાતી ભૂમિ એ સલામત સ્‍થળ છે એ વાકયને જનસંઘના તત્‍કાલિન મહામંત્રી સ્‍વ. વસંતભાઈ ગજેન્‍દ્ર ગડકરે કહ્યું હતું અને કરી બતાવ્‍યું હતું.

શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવેએ વધુમાં જણાવ્‍યું હતું કે આ કટોકટીના સમયે લોકશાહીની રક્ષા માટેના આ આંદોલનમાં ગુજરાત રાજય દેશને દિશા આપનારૂં રાજય બન્‍યું હતું. ગુજરાત અને ગુજરાતના શ્રીનરેન્‍દ્રભાઈ મોદી જેવા વિચક્ષણ કાર્યકરોની યુકિતઓ, યોજનાઓ, ભૂગર્ભ લડાઈની યોજનાઓ થકી કટોકટીને ઉઠાવવી પડી હતી અને દેશમાં લોકશાહીની પુનઃસ્‍થાપના થઈ હતી. ભારતીય જનતા પાર્ટી રાષ્‍ટ્રની એકતા અને અખંડિતતા તેમજ લોકતંત્રની રક્ષાના સિઘ્‍ધાંતોને લઈને દેશની રાજનીતીમાં કાર્યરત રાજકીય પાર્ટી છે. ભાજપના કાર્યકરો માટે પાર્ટી કરતા દેશનું હિત હંમેશા મહત્‍વનું રહયું છે. દેશને આતંકવાદથી મુક્‍ત કરવાનું આંદોલન હોય, કાશ્‍મીર ભારતનું અભિન્ન અંગ બની રહે તે માટેની લડાઈ હોય કે સ્‍વ. શ્રી ઇન્‍દિરા ગાંધી દ્વારા તા.૨૫ જુન, ૧૯૭૫ માં લદાયેલ કટોકટી સામે લોકશાહી રક્ષાનું આંદોલન હોય ભાજપાએ દેશના વ્‍યાપક હિતમાં પરિશ્રમશીલ બની સમયે સમયે પોતાની ભુમિકા ભજવી છે અને દેશ હિત માટે કાર્ય કર્યુ છે. ભાજપનો પક્ષ ગર્વથી બંધારણની રક્ષા કરશે, ભારતની લોકશાહી અને લોકતાંત્રિક પરંપરાઓનું રક્ષણ કરશે, અને પ્રતિજ્ઞા લઈશું કે ૫૧ વર્ષ પહેલા જે થયું તે ફરીવાર કોઈ સત્તાધારી પક્ષ ન કરી શકે. આવતીકાલે સાંજે ૫ કલાકે રાજકોટ શહેર ભાજપ કમલમ કાર્યાલય ખાતે ‘સંવિધાન હત્‍યા દિવસ' અંતર્ગત સેમીનાર, મીસાવાસીઓનું સન્‍માન ત્‍યારબાદ લોકસભા સાંસદ પરશોતમભાઈ રૂપાલાનું બંધારણ હત્‍યા દિવસ અંતર્ગત વકતવ્‍ય રાખવામાં આવેલ છે.  આ સેમીનારમાં રાજકોટ શહેર ભાજપના તમામ શ્રેણીના કાર્યકર્તાઓને ઉપસ્‍થિત રહેવા રાજકોટ શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા, લલીતભાઈ વાડોલીયા, યોગેન્‍દ્રસિંહ જાડેજાની યાદીમાં જણાવાયું છે.

(3:19 PM IST)