તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 17th April 2026
કાળજુ કંપાવતી હિરજતઃ કચ્છની ગૌમાતાઓ રાજકોટના આશરે, જીવદયાપ્રેમીઓને મદદની પોકાર
ન્યારા અને રતનપર પાસે સેંકડો ગૌવંશ સાથે માલધારીઓનો પડાવઃ દરરોજ ૬૫૦ મણ લીલા ઘાસની તાતી જરૂરિયાત

રાજકોટઃ અરે ભાઈ! કુદરત રુઠી છે, પણ કાઠિયાવાડની ધરતીનું ખમીર હજુ મર્યું નથી - આ શબ્દો છે કચ્છના એ માલધારીઓના જેઓ પોતાના અબોલ જીવોને બચાવવા માટે સેંકડો કિલોમીટરની હિજરત કરીને રાજકોટની સીમમાં આવી પહોંચ્યા છે. કચ્છના અબડાસા, રાપર અને નખત્રાણા પંથકમાં ઘાસચારાના ટીપાં માટે વલખાં મારતી ગૌમાતાઓ દર પાંચ-છ દિવસે દમ તોડી રહી છે, ત્યારે આ ગૌધનને બચાવવા હવે રાજકોટના દાતાઓ સામે મીટ માંડવામાં આવી છે.
હાલમાં રાજકોટના ન્યારા ગામના પાટિયા પાસે ૩૨૫, રતનપર પાસે ૧૫૦ અને રામપર પાસે ૨૭૫ મળી કુલ ૭૫૦ જેટલી ગૌમાતાઓ ખુલ્લા આકાશ નીચે આશરો લઈ રહી છે. માલધારીઓ પોતાના દીકરા-દીકરી સમાન આ ગૌધનને લઈને વલસાડ સુધી ભટકવા તૈયાર છે, પણ અત્યારે તેમને તાત્કાલિક ઘાસની જરૂર છે.
આટલી મોટી સંખ્યામાં ગૌવંશ હોવાથી દરરોજ અંદાજે ૬૫૦ મણ લીલા ઘાસની જરૂરિયાત ઊભી થઈ છે. માલધારીઓ પાસે હવે કોઈ આર્થિક સગવડ નથી અને સ્થાનિક ગૌશાળાઓ પણ ફૂલ થઈ ગઈ હોવાથી જીવદયાપ્રેમીઓને સીધું લીલું ઘાસ મોકલવા આજીજી કરવામાં આવી છે.
કચ્છની ગૌમાતાઓના જીવ બચાવવા માટે જે કોઈ પણ દાતાઓ, શ્રેષ્ઠીઓ મદદ કરવા અપિલ કરાઈ છે.
અરવિદભાઈ રાણપરા ૯૮૨૪૨ ૨૩૮૪૦, ધર્મેશભાઈ જોગીયા ૯૮૨૫૩ ૬૦૨૬૪, રાજેશભાઈ પારેખ ૯૮૨૫૨ ૭૪૦૨૭, વિપુલભાઈ દત્તાણી, કીરીટભાઈ કંસારા, દિલીપભાઈ આડેસરા અને કૌશીકભાઈ વોરા (અકિલા પરિવાર) નજરે પડે છે. (તસ્વીરઃ અભિજીત બગથરીયા)
(10:04 AM IST)










