<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

ક્‍વાર્ટર અપાવી દેવાના નામે રેલનગરના દંપતિ સાથે કાલાવડના મિસ્ત્રી દિલીપ વડગામાની ઠગાઇ

પોપટપરામાં લોકસેવક જનક ટાઉનશીપમાં પોતાના હસ્‍તક છ ક્‍વાર્ટર છે, અધિકારી ઓળખે છે એવી વાતો કરી નાજીમાબેન શાહમદારના મામીને ક્‍વાર્ટર મળ્‍યું હોઇ તે જોવા જતાં અને મામીને ક્‍વાર્ટર લેવાની વાત કરતાં ત્‍યાં ફર્નિચર બનાવી રહેલા દિલીપે જાળ બીછાવીઃ પ્ર.નગરમાં ગુનો

રાજકોટ તા. ૨૩: શહેરના રેલનગર હેડગેવાર ટાઉનશીપમાં રહેતાં દંપતિને પોપટપરામાં નવી બનેલી લોકસેવક જનક ટાઉનશીપમાં ક્‍વાર્ટર અપાવી દેવાના નામે કાલાવડના બાવા ખાખરી ગામના ફર્નિચરના કારીગરે છેતરી લઇ રૂા. ૧,૩૫,૦૦૦નો ચૂનો લગાવી દીધો છે. આ બનાવમાં પ્ર.નગર પોલીસે રેલનગર હેડગેવાર ટાઉનશીપ બી-૨૦૩ શાંતિવન સોસાયટીની સામે રહેતાં નાજીમાબેન સોહિલભાઇ શાહમદાર (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી કાલાવડના બાવાખાખરી ગામના દિલીપ ઉર્ફે કિરીટ કાંતિલાલ વડગામા વિરૂધ્‍ધ ઠગાઇનો ગુનો નોંધ્‍યો છે.

 નાજીમાબેન પરિવાર સાથે રહે છે. તેના પતિ ફેબ્રીકેશનનું કામ કરે છે. તેણીના કોૈટુંબીક મામી ખાતુનબેન  આરીફભાઇ શેખ રેલનગરમાં સ્‍મશાન સામે નવા બનેલા જનસેવક જનક ટાઉનશીપમાં આવાસ ક્‍વાર્ટરમાં રહે છે. નાજીમાબેને ફરિયાદમાં જણાવ્‍યું છે કે મારા કુટુંબી મામીને ક્‍વાર્ટર મળ્‍યું હોઇ તે જોવા એકાદ મહિના પહેલા હું અને મારા પીત ગયા હતાં. ત્‍યારે મામીના ક્‍વાર્ટરમાં ફર્નિચરનું કામ ચાલુ હોઇ આ કામ કરી રહેલા કાલાવડના બાવા ખાખરીયાના દિલીપ ઉર્ફે કિરીટ કાંતિલાલ વડગામા સાથે અમારી મુલાકાત થઇ હતી. આ વખતે મારા મામીએ મને કહ્યું હતું કે આ ક્‍વાર્ટર મને મહાનગર પાલિકામાં અગાઉ ફોર્મ ભર્યુ હતું તેમાંથી લાગ્‍યું છે. મેં એક લાખ રોકડા ભર્યા છે અને સાડા ચાર લાખ રૂપિયાની લોન કરાવી છે.  આથી મેં મારા મામીને કહેલું કે અહિ આવુ કોઇ ક્‍વાર્ટર હોય તો મારે પણ લેવું, ક્‍વાર્ટર કઇ રીતે મળે? ત્‍યારે ફર્નિચર કામના કારીગર દિલીપે કહેલું કે-મારા હસ્‍તકમાં આ ટાઉનશીપમાં ૧૨ ક્‍વાર્ટર છે.

આ ક્‍વાર્ટર ફાળવતા અધિકારી મારા કોન્‍ટેક્‍ટમાં છે, તેમાંથી હું તમને એક અપાવી શકું. પણ અત્‍યારે તમારે ત્રણ લાખ રોકડા આપવા પડશે, આ ત્રણ લાખની લોન પણ કરાવી દઇશ અને તમને ફર્નિચરવાળા ક્‍વાર્ટર છ લાખમાં અપાવીશ. આ વાત સાંભળી અમને દિલીપ પર વિશ્વાસ બેઠો હતો. આથી મેં અને મારા પતિએ દિલીપને રૂપિયા આપવાની હા પાડી હતી. બાદ તા. ૨૩/૮ના રોજ દિલીપ અમારા ઘરે આવ્‍યો હતો અને ક્‍વાર્ટર બાબતે મારા પતિને સમજાવ્‍યા હતાં. તેમજ રૂપિયા ટ્રાન્‍સફર કરવાનું કહેતાં મારા પતિએ એટીએમમાંથી રૂા. ૬૫ હજાર ઉપાડીને પોપટપરા સ્‍મશાન પાસે આપ્‍યા હતાં. આ રકમ લઇ દિલીપ ઇકો ગાડી જીજે૩૬એઆર-૨૪૬૪માં લઇને જતો રહ્યો હતો.

ત્‍યારબાદ દિલીણને વધુ રૂા. ૩૫ હજાર, ૩૧/૮ના રોજ બીજા ૩૫ હજાર મળી કુલ રૂા. ૧,૩૫,૦૦૦ આપયા હતાં. આ પછી બાકીની રકમ લેવા દિલીપ અમારા ઘરે બે ત્રણ વખત આવ્‍યો હતો. પરંતુ અમે ક્‍વાર્ટર મળે પછી બાકીની રકમ આપશું તેમ કહ્યું હતું. જેથી દિલીપે મારુ, મારા પતિનું આધાર કાર્ડ અને આઇટી રીટર્ન માંગ્‍યા હતાં. અમારી પાસે આઇટી રીટર્ન ન હોઇ દિલીપે કાલાવડ રોડ પ્રેમ મંદિર પાસે પ્રાઇડ યુનિવર્સલ બિલ્‍ડીંગમાં  આવેલી અમિતભાઇની ઓફિસે અમને લઇ જઇ આઇટી રીટર્ન ભરાવ્‍યા હતાં. આ પછી અમે દિલીપને ક્‍વાર્ટર માટે વારંવાર ફોન કરતાં હતાં. પરંતુ તે ગોળ ગોળ જવાબ આપતો હતો. તમારા ક્‍વાર્ટરની પ્રોસેસ ચાલુ છે, દસ્‍તાવેજ થઇ ગયો છે, થોડા સમયમાં મળી જશે તેમ કહેતો હતો. પણ હવે દિલીપ ફોન ઉપાડતો ન હોઇ શંકા જતાં તપાસ કરતાં તેણે છેતરપીંડી કર્યાની ખબર પડી હતી. પીઆઇ એમ. ડી. મકવાણાની રાહબરીમાં હેડકોન્‍સ. એન. કે. વાળાએ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(2:23 PM IST)