News of Wednesday, 22nd April 2026
કલ્યાણનગરના બૂટલેગરને પાસા તળે જેલમાં ધકેલાયો
મુળ લીંબડીના ભોયકા ગામના મહિપાલસ્ંિહ ઝાલાને વડોદરા જેલ હવાલે કરવાનો હુકમઃ પીઆઇ ગોંડલીયા, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા સહિતે વોરન્ટ બજવણી કરી

રાજકોટ તા. ૨૨: વધુ એક બૂટલેગરને પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પાસા તળે જેલમાં ધકેલી દીધો છે. મુળ સુરેન્દ્રનગરના લીંબડી તાબેના ભોયકા ગામના અને હાલ સહકાર રોડ કલ્યપાનગર-૧માં રહેતાં મહિપાલસિંહ લખધીરસિંહ ઉર્ફે લાખુભા ઝાલા (ઉ.વ.૩૦)ને પાસા તળે પોરબંદર જેલ હવાલે કરવામાં આવેલ છે.
જોઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, એસીપી ભરત બી. બસીયાના માર્ગદર્શનમાં ક્રાઇમ બ્રાંચે દરખાસ્ત તૈયાર કરી હતી જે પોલીસ કમિશનર દ્વારા મંજુર થઇ હતી. આ શખ્સ વિરૂધ્ધ ડીસીબી, ભક્તિનગર, લોધીકા પોલીસમાં ાદરૂના અલગ અલગ પાંચ ગુના અગાઉ નોંધાયા હતાં. પીઆઇ એમ. આર. ગોંડલીયા, એમ. એલ. ડામોર, સી. એચ. જાદવ, એએસઆઇ ભરતભાઇ વનાણી, ઘનશ્યામભાઇ મેણીયા, અમિતભાઇ અગ્રાવત, હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી, કનકસિંહ સોલંકી, કોન્સ. હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ ચાવડાએ વોરન્ટ બજવણી કરી હતી.
(1:06 PM IST)










