News of Tuesday, 28th April 2026
કમલેશ મીરાણી અને પુષ્કર પટેલે વોર્ડ નં.૯ નો ગઢ અકબંધ રાખ્યો
રાજુભાઈ અઘેરા, જયસુખભાઈ કાથરોટિયા, દક્ષાબેન વસાણી અને જાનકીબેન કાટોળિયાની ૧૫ થી ૧૬ હજાર મતોની માતબર લીડથી ભવ્ય જીત

રાજકોટઃ વોર્ડ નંબર ૯ના ભાજપના ગઢને સાચવી રાખવામાં કમલેશ મીરાણી અને પુષ્કર પટેર્લં સફળ રહ્યા છે. આ વોર્ડમાં ભાજપે માત્ર જીત જ મેળવી નથી, પરંતુ તોતિંગ બહુમતી સાથે પોતાના વર્ચસ્વને વધુ મજબૂત બનાવ્યું છે.
વોર્ડ નંબર ૯ ના ઉમેદવારો રાજુભાઈ અઘેરા, જયસુખભાઈ કાથરોટિયા, દક્ષાબેન વસાણી અને જાનકીબેન કાટોળિયાએ ૧૫ થી ૧૬ હજાર જેટલી જંગી લીડ મેળવીને વિરોધીઓને પરાસ્ત કર્યા છે. આ ભવ્ય વિજય પાછળ કમલેશ મીરાણી અને પુષ્કર પટેલની વ્યૂહરચના અને તેમના પર મતદારોનો અતૂટ વિશ્વાસ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.
(5:52 PM IST)










