<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

કામનાથ પ્રાઇવેટ લી. કંપનીને ત્રણ પ્રાદેશિક એવોર્ડ મળ્‍યા

૧૯૫૦માં જેના પ્રારંભથી ‘નિશાન ચૂક માફ, નહિ નીચુ નિશાન માફ'એવી ઉત્‍કળષ્ટની પરંપરામા અમે કદી સમાધાન કર્યું નથીઃ અકિલા સાથે મેનેજીંગ ડાયરેકટર પ્રિયવદનભાઇ કકકડની વાતચીત : WOW એવોર્ડ ૨૦૨૬માં સફળતાની હેટ્રિકઃ યુવા ડાયટેક્‍ટર અવધ કકકડે ઉજ્‍વળ પરંપરા ચાલુ રાખવા પ્રતિબધતાની ખાત્રી ઉચ્‍ચારી ધ ફર્ન સી સાઈડ લકઝરીયસ ટેન્‍ટ રિસોર્ટ અને આત્‍મીય લગ્ન અને ઉજવણી માટે શ્રેષ્ઠ સ્‍થળ (ગોલ્‍ડન એવોર્ડ ) વર્ષના મનોરંજન કાર્યકમ, આંતર રાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ માટે સિલ્‍વર એવોડૅ મળ્‍યો દીવ, દમણ સહિત સમગ્ર સંઘ પ્રદેશનો ૩૬૦ ડિગ્રી ચો તરફ વિકાસનો યશ દુરંદેશી એડમીનીસ્‍ટેટ્રર પ્રફુલભાઇ પટેલને જાય છેઃ પ્રિયવદનભાઈ કક્કડ

રાજકોટઃ મૂળ રાજકોટના અને ગુજરાત સરકાર સાથે ૪૫૫ કરોડના MoU કરનાર કામનાથ પ્રાઇવેટ લિ.ના મેનેજિંગ ડાયરેક્‍ટર પ્રિયવદનભાઈ કક્કડના માર્ગદર્શન હેઠળ યુવા ડાયરેક્‍ટર અવધ કક્કડ અને તેમની ટીમે ફરી એકવાર ગૌરવંતી સિદ્ધિ હાંસલ કરી છે.

અકિલા સાથેની વાતચીતમાં પ્રિયવદનભાઈ કક્કડે જણાવ્‍યું હતું કે, ‘‘૧૯૫૦થી શરૂ થયેલી ઉત્‍કળષ્ટતાની અમારી સફરમાં કામનાથે વધુ બે સીમાચિホો હાંસલ કર્યા છે. જે કામનાથ પરિવાર અને ગુજરાત માટે ગૌરવની વાત છે.

૧. WOW Awards Asia ૨૦૨૬ માં ત્રિવિધ સફળતા કામનાથે ૩ પ્રતિષ્ઠિત પ્રાદેશિક એવોર્ડ પ્રાપ્ત કર્યા ગોલ્‍ડઃ આત્‍મીય લગ્ન અને ઉજવણી માટે શ્રેષ્ઠ સ્‍થળ ધ ફર્ન સીસાઇડ લક્‍ઝરિયસ ટેન્‍ટ રિસોર્ટ, દમણ ૐ સિલ્‍વરઃ વર્ષનો મનોરંજન કાર્યક્રમ - આંતરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ.

ગુજરાતની આન, બાન અને શાન વધારનાર આ કાર્યક્રમ મુંબઈ જીઓ વર્લ્‍ડ ખાતે યોજાયેલ. આ આંતરરાષ્‍ટ્રીય પતંગ મહોત્‍સવ  સમયે નરેન્‍દ્રભાઇ મોદી મુખ્‍યમંત્રી દરજજે ઉપસ્‍થિત રહેલ, અને અહીંથી મોટો ટનિર્ંંગ પોઇન્‍ટ આવ્‍યો, અને નરેન્‍દ્રભાઇ પ્રિયવદનભાઇમાં રહેલ આર્ટ હૃદય વિશેષ રીતે પારખી ગયેલ. આ પ્રસંગે જર્મનીનાં ચાન્‍સેલર ફેડરીક મેરઝી પણ વિશેષ ઉપસ્‍થિત રહી કામનાથ પ્રાઇવેટ લી. ટીમને બિરદાવી હતી. હાલમાં પ્રફુલભાઈ પટેલ દ્વારા સમગ્ર સંઘપ્રદેશ (દમણ, દીવ અને દાદરા નગર હવેલી) નો ‘૩૬૦ ડિગ્રી' (ચારેય દિશાઓમાં) સર્વાંગી વિકાસ થઈ રહ્યો છે. જેમાં અદભુત બીચ ફ્રન્‍ટ ડેવલપમેન્‍ટ, વૈશ્વિક પ્રવાસીઓને આકર્ષતું વિશિષ્ટ ટુરિઝમ પ્‍લાનિંગ, અત્‍યાધુનિક નમો હોસ્‍પિટલ, ઉચ્‍ચ શિક્ષણ માટે નવી કોલેજો અને સુવિધાઓ સહિત અનેકવિધ રાષ્‍ટ્રીય કક્ષાના સ્‍પોર્ટ્‍સ કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. 

દમણ અને દીવને જે ભવ્‍ય રીતે તેઓ ડેવલપ કરી રહ્યા છે, તે પ્રશંસનીય છે અને તે માટે એડમિનિસ્‍ટ્રેટર શ્રી પ્રફુલભાઈ પટેલને ખૂબ-ખૂબ અભિનંદનને પાત્ર હોવાનું પ્રિયવદનભાઇ કક્ક્‌ડે ગૌરવભેર અકિલા સાથેની વાતચીત અંતે જણાવ્‍યું છે.

(2:31 PM IST)