<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 1st June 2026

હૃદય બંધ પડી જતાં કનૈયાલાલ, જેન્‍તીભાઇ અને વાઘજીભાઇના મૃત્‍યુ

લોઠડા, ગાયત્રીધામ અને લાલ પાર્કના પરિવારોમાં શોક

રાજકોટ તા. ૧: હૃદય બંધ પડી જવાને કારણે એક યુવાન સહિત ત્રણ લોકોના મૃત્‍યુ થયા છે. સરધાર નજીક લોઠડા ગામે જયનાથ ઇન્‍ડસ્‍ટ્રીઝ પાસે રહેતાં કનૈયાલાલ જગપ્રસાદ ગોસ્‍વામી (ઉ.વ.૩૬) નામના યુવાનને સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. મૃત્‍યુ પામનાર યુવાન મુળ યુપીનો વતની હતો અને પાંચ ભાઇ, ચાર બહેનમાં ત્રીજો હતો. તેને સંતાનમાં ત્રણ દિકરી અને બે દિકરા છે. પોતે કારખાનામાં કામ કરતો હતો. હૃદય રોગનો હુમલો આવી જતાં મૃત્‍યુ થયાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી.

બીજા બનાવમાં જામનગર રોડ ગાયત્રીધામ સોસાયટીમાં રહેતાં જેન્‍તીભાઇ ગોવિંદભાઇ કણસાગરા (ઉ.વ.૫૧) સવારે ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. તેઓ કરીયાણાની દુકાન ચલાવતાં હતાં અને ચાર ભાઇ એક બહેનમાં નાના હતાં. સંતાનમાં બે દિકરી છે. હાર્ટએટેક આવી ગયાનું સગાએ કહ્યું હતું.

ત્રીજા બનાવમાં કોઠારીયા રોડ સરદાર પાર્ક શેરી નં. ૨ લાલ પાર્કની બાજુમાં રહેતાં વાઘજીભાઇ બચુભાઇ ખુંટ (ઉ.વ.૪૮) મહિકા ગામની વાડીએ બેભાન થઇ જતાં સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્‍યુ થયું હતું. તેઓ બે ભાઇમાં નાના હતાં અને ખેતી કરી ગુજરાન ચલાવતાં હતાં. સંતાનમાં એક દિકરો છે. સવારે વાડીએ પાણી વાળતી વખતે ઢળી પડયા હતાં. હાર્ટએટેક આવ્‍યાનું સગાએ કહ્યું હતું. બનાવની જાણ હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને કરી હતી.

(3:07 PM IST)