<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

પત્તા રમવાની ના પાડતા હિંચકારો હુમલો કરવાના ગુનામાં કરણ અને આદિત્‍ય ઉર્ફે આદી બંને ઝડપાયા

મેઘમાયાનગરમાં ટ્રકચાલક પ્રવિણભાઇ પર ૧૩ શખ્‍સો ધોક્કાપાઇપથી તુટી પડયા હતા : કરણ કુંભાર વાડીયા અગાઉ લૂંટ, હથીયાર, દારૂ, જુગાર સહિત ૨૨ ગુનામાં અને આદિત્‍ય મારામારી,દારૂ સહિત ૪ ગુનામાં સંડોવાઇ ચુકયો છે : પીઆઇ જે.ઍમ. કૈલા, પીઍસઆઇ કે.ડી. મારૂ અને ટીમ દ્વારા કામગીરી

રાજકોટ, તા.૨૦: નાનામવા રોડ પર રાજનગર ચોક પાસે મેઘમાયાનગરમાં રહેતા ટ્રકચાલક પ્રવિણભાઇ રાઠોડ (ઉ.વ.૫૦) સહિતના પર સવા માસ પહેલા હુમલો કરવાના ગુનામાં ફરાર નામચીન સહિત બે આરોપીઓને માલવીયાનગર પોલીસે બાતમીના આધારેદબોચી લઇ કાર્યવાહી કરી હતી.

પ્રાપ્‍ત માહિતી મુજબ, મેઘમાયાનગરમાં રહેતા પ્રવિણભાઇ સવામાસ પહેલા ઘર પાસે જુગાર રમતા ૭ શખ્‍સોને કારણે સોસાયટીની મહિલાઓને હલન-ચલન મામલે તકલીફ પડતી હોવાથી તેવો ત્‍યાં જઇ તે શખ્‍સોને પત્તા રમવાની ના પાડતા શાહરૂખ નામના શખ્‍સે ઝઘડો થયો હતો. જેનો ખારરાખી તે તેના પાડોશી સતીષભાઇ વાળા સાથે ઘરબહાર બેઠા હતા ત્‍યારે બાઇક પર ધોકા-પાઇપ સાથે ઘસી આવી શાહરૂખ  અને તેની સાથેના ૧૦થી૧૨ શખ્‍સોએ તેની અને પાડોશી સતીષભાઇ પર હુમલો કર્યો હતો. આ સમયે તેનો પુત્ર અને પુત્રવધુ પત્‍ની ઘર બહાર નીકળી બચાવવા વચ્‍ચે પડતા તેના પુત્ર અને પુત્રવધુને મારમાર્યો હતો લોકો એકઠા થઇ જતા આરોપીઓ જ્ઞાતી પ્રત્‍યે અપમાનીત કરી ત્‍યાંથી જતા રહયા હતા.

આ મામલે માલવીયાનગર પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથધરી હતી.

દરમિયાન પી.આઇ. જે.એમ.કૈલાને રાહબરીમાં પીએસઆઇ કે.ડી. મારૂ સહિતના સ્‍ટાફે આ ગુનામાં ફરાર નામચીન કરણ જીલુભાઇ કુંભારવાડીયા (ઉ.વ. ૨૮ રહે નેહરૂનગર, શેરી નં. ૪, માલધારી ચોક) અને આદીત્‍ય ઉર્ફે આદી બંને ભાવેશભાઇ વાઘેલા (ઉ.વ.૨૪ રહે લક્ષ્મીનગર શેરી નં.૬  લક્ષ્મીનગર મેઇન રોડ)ને ઝડપી લઇ પૂછતાછ શરૂ કરી છે. આરોપી કરણ અગાઉ લૂંટ, મારામારી, જુગાર, દારૂ, હથીયાર, સહિત ૨૨ ગુનામાં અને આદિત્‍ય હથીયાર, દારૂ સહિત ૪ ગુનામાં પોલીસ ચોપડે ચડી ચુકયો છે.

આ કામગીરી પો. ઇન્‍સ. જે.એમ.કેૈલા તથા પો. સબ. ઇન્‍સ. કે.ડી.મારૂ તથા એ.એસ.આર. કેતનભાઇ શેખલીયા, કેતનભાઇ નીકોલા તથા પો.હેડ કોન્‍સ. કૃણાલસિંહ ઝાલા, સારંગભાઇ ઓગાણીયા, અનીલભાઇ જીલરીયા તથા પો. કોન્‍સ. અમરદિપસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ જાડેજા, કરમણભાઇ જાદવે કરી હતી

(2:37 PM IST)