તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 25th May 2026
હાર્મની મ્યુઝીકલ ગ્રુપ દ્વારા બુધવારે કરાઓકે આધારીત મ્યુઝિકલ નાઇટ

રાજકોટ તા. ૨૫ : હાર્મની મ્યુઝીકલ ગ્રુપ દ્વારા તા. ૨૭ ના બુધવારે રાત્રે ૮ વાગ્યે મણીયાર હોલ, જયુબેલી ગાર્ડન ખાતે મ્યુઝીકલ નાઇટનું આયોજન કરાયુ છે.
કરાઓકે આધારીત આ કાર્યક્રમમાં નવા જુના હિન્દી ફિલ્મોના ગીતો રજુ થશે. ચુનંદા ૩૨થી વધુ ગીતોની પસંદગી કરવામાં આવી છે.
જેમાં સીંગરો દીપકભાઇ પરમાર, તરૂણ માલવિયા, મિત નાગર, રાકેશ રૈયારેલા, સમ્રાટ અશોક, અમરીશ જોશી, મુકેશ ઠકકર, કે. બી. ગોહેલ, ધીરૂભાઇ ઠકરાર, જયોતિ ગોસ્વામી, કાજલ પટલ, ચંદ્રીકા પંચાસરા, નિતેશ ભટ્ટ, મહેશ સોલંકી કંઠનો જાદુ પાથરશે.
કાર્યક્રમમાં વિનામૂલ્યે પ્રવેશ હોય સંગીત પ્રેમીઓએ બહોળી સંખ્યામાં લાભ લેવા હાર્મની મ્યુઝિકલ ગ્રપુ (મો.૮૨૬૪૫ ૬૪૨૬૨) દ્વારા અનુરોધ કરાયો છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા હાર્મની મ્યુઝિકલ ગ્રુપના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અભિજીત બગથરીયા)
(3:54 PM IST)










