<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

સોમવારે કરાઓકે ફિલ્‍મી ગોતોનો કાર્યક્રમ

૧૯ ગાયકો ૩૦ ગીતો રજૂ કરશે : નિઃશુલ્‍ક કાર્યક્રમ

રાજકોટ : શ્રી શક્‍તિ એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના જયપાલસિંહ ઝાલા અને શકિત વુમન કલબના મહિલા હેમાબેન કક્કડ તેમજ શ્રી કલા મ્‍યુઝિકલ ગૃપ સોનલબેન બોસમિયા દ્વારા તા. ૧૧ સોમવારે સાંજે પ થી ૯ ઇવનિંગ પોસ્‍ટ ખાતે કરાઓકે ફિલ્‍મી  ઓલ્‍ડ ૯૦ ના દાયકાના હિપ્‍સ, ડાન્‍સીંગ, ગઝલ, કવ્‍વાલી વગેરે હિટ ગીતોનો ધમાકા કાર્યક્રમનું નિઃશુલક આયોજન કરેલ છે.

વોર્ડ નં. ૧૪ ના ભાજપના કોર્પોરેટર ચંદાબેન માનસુરભાઇ વાળા અને મહામંત્રી માનસુરભાઇ વાળાના સહયોગથી આયોજીત આ કાર્યક્રમમાં ૧૯ ગાયક કલાકારો દ્વારા કુલ ૩૦ ગીતો રજૂ કરવામાં આવશે.

ગાયકો નરેન્‍દ્રભાઇ રાજા, સોનલબેન બોસમિયા, જીતેન્‍દ્રભાઇ બોસમિયા, જયપાલસિંહ ઝાલા, હેમાબેન કક્કડ, મુન્નાભાઇ ઠક્કર, પરેશભાઇ દવેરા, સંજયભાઇ પંડયા, દિપકભાઇ પરમાર, રાકેશભાઇ રૂપારેલિયા, સુભાષભાઇ ઝાલા, ચેતનભાઇ પંડયા, વિનોદભાઇ રોકસ્‍ટાર, સાહિસ્‍તાબેન લાકડાવાલા, રાજેન્‍દ્રભાઇ શુકલા, ભારતીબેન રાવલ, જયેશભાઇ પોપટ, અનિલભાઇ ત્રિવેદી, જવાહરભાઇ રાયચંદાણી, રાજુભાઇ રાજા હોવાનું યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીર : અભિજીત બગથરીયા)

(2:20 PM IST)