તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 22nd May 2026
આર.એન. મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે કરાઓકે સંગીતમય કાર્યક્રમ : સતત ૭મું આયોજન

રાજકોટ તા. ૨૨ : આર.એન. મ્યુઝિકલ ગ્રુપ દ્વારા કાલે તા. ૨૩ ના શનિવારે રાત્રે ૮.૩૦ થી ૧ સુધી હેમુ ગઢવી મીની હોલ ખાતે કરાઓકે સંગીતમય કાર્યક્રમનું આયોજન કરાયુ છે.
‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આર.એન. મ્યુઝિકલ ગ્રુપના આગેવાનોએ જણાવ્યુ હતુ કે આ ગ્રુપ દ્વારા આ ૭મું આયોજન છે. જેમાં નવા જુના હિન્દી ફિલ્મી ગીતોની રજુઆત કરાશે.
કાર્યક્રમના આયોજક રીના પરમાર અને સહઆયોજક રીટા જીવરાજાની છે. જયારે એન્કર તરીકે ચેતનભાઇ પંડયા સેવા આપશે.
જયારે ગાયકોમાં મહેશભાઇ આડેસરા, અનિલભાઇ માવદીયા, રાકેશભાઇ રૈયારેલા, ઇતુભાઇ સવાણી, યોગેશભાઇ પંડયા, જયેશભાઇ જોશી, પ્રકાશભાઇ નથવાણી, અમરીશભાઇ જોશી, નીતિનભાઇ ટાંક, પરેશભાઇ ખખ્ખર, નરેન્દ્રસિંહ ઝાલા, કિશોરસિંહ જાડેજા, ફાલ્ગુનભાઇ મશરૂ, રાજેન્દ્રભાઇ શુકલા, મયુરભાઇ કારીયા, જગદીશભાઇ કારીયા, ભાવેશભાઇ મૃગ, કાશ્મીરાબેન રાઠોડ, જયોતિબેન ગોસ્વામી, સાહિસ્તાબેન લાકડાવાલા, સોનલબેન બોસમિયા, નયનાબેન રાઠોડ, વૈશાલીબેન ઠકકર તથા રંગીલા સાઉન્ડના શૈલેષભાઇ, લેપટોપ ઓપરેટર તથા કોન્સપ્ટ ક્રિએટર ભદ્રેશભાઇ પરમાર સેવા આપશે.
કાર્યક્રમને સફળ બનાવવા જીતેશભાઇ જીવરાજાની, કિરણભાઇ કારીયા, મયુરભાઇ પરમાર, એકટીવીટી મ્યુઝીકલ ગ્રુપના આયોજક ચંદ્રેશભાઇ ફીચડીયા જહેમત ઉઠાવી રહ્યા છે.
નવોદીત અને અનુભવી કલાકારોના સુરીલા કંઠમાં ગીતો માણવા સંગીતપ્રેમીઓને જાહેર આમંત્રણ પાઠવાયુ છે. પ્રવેશ નિઃશુલ્ક છે.
તસ્વીરમાં ‘અકિલા' ખાતે વિગતો વર્ણવતા આર.એન. મ્યુઝિકલ ગ્રુપના રીનાબેન, રીટાબેન, મયુરભાઇ, ભાવેશભાઇ, જીતેષભાઇ, જગદીશભાઇ નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)
(3:48 PM IST)










