<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 17th October 2026

કારડીયા રાજપૂત સમાજ રામ મંદિર દ્વારા મંગળવારે દશેરાએ શસ્‍ત્રપૂજનઃ શોભાયાત્રા

 

રાજકોટઃ શ્રી કારડીયા રાજપૂત સમાજ રામ મંદિર (રજપૂત પરા રાજકોટ)ના સમાજ ઉત્‍કર્ષ સમિતિ દ્વારા વિજયા દશમી શસ્‍ત્ર પૂજન કાર્યક્રમ તા.૨૦ને મંગળવાર સવારે ૯ વાગ્‍યાથી શ્રી કારડીયા રાજપૂત સમાજવાડી મવડી ચોકડી ૧૫૦ ફૂટ રીંગ રોડ રાજકોટ ખાતે યોજાએલ છે જેમાં જ્ઞાતિના અંદાજે ૨૦૦ લોકો ભાગ લેશે. શસ્‍ત્રપૂજન બાદ મવડી ચોકડીથી રજપુતપરા રામજી મંદિર સુધી શોભાયાત્રા નિકળશે. આ શસ્‍ત્ર પૂજનમાં આવનાર સમાજના ભાઇઓએ શષા પૂજન માટેના શસ્‍ત્ર પોત પોતાના લાવવાના રહેશે. આવનાર ભાઈઓએ સાફા બાંધવાના રહેશે. તેમ સમાજ ઉત્‍કર્ષ સમિતિના પ્રમુખ બહાદુરસિંહ ગોહેલ, ઉપ પ્રમુખ કુલદિપસિંહ ભટી, મંત્રી જસપાલસિંહ સોલંકી, સહમંત્રી વજુભાઈ પરમારની યાદીમાં જણાવાયું છે. (તસ્‍વીરઃ અભિજીત બગથરીયા)

(2:24 PM IST)