તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 13th November 2026
શ્રીનાથજી સોસાયટીમાં કાર્તિક રામની કોહવાયેલી હાલતમાં લટકતી લાશ મળી
ત્રણેક દિવસ પહેલા ફાંસો ખાઇ લીધો હતોઃ બંધ ઘરમાંથી દૂર્ગંધ આવતાં પરિવારજનોને જાણ થઇઃ મુળ યુપીનો વતની હતોઃ ૧૦મીએ રાતે પત્નિ સાથે છેલ્લી વાત કરી હતી

રાજકોટ તા. ૧૧: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૧૧માં રહેતાં મુરાજકોટ તા. ૧૧: મવડી પ્લોટ શ્રીનાથજી સોસાયટી-૧૧માં રહેતાં મુળ યુપીના કાર્તિક રામજીતભાઇ રામ (ઉ.વ.૨૫) નામના યુવાને ઘરમાં એકલો જ હોઇ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ત્રણેક દિવસ સુધી લાશ લટકતી રહી હોઇ કોહવાઇ જતાં દૂર્ગંધ આસપાસમાં ફેલાતાં ઘટનાની લોકોને જાણ થતાં પોલીસને જાણ કરાઇ હતી.
જાણવા મળ્યા મુજબ શ્રીનાથજી સોસાયટી-૧૧માં રહેતાં કાર્તિક નામના યુપીના યુવાનના ઘરમાંથી ગત રાતે દુર્ગંધ આવતી હોઇ આસપાસના લોકોએ તપાસ કરતાં દરવાજો અંદરથી બંધ હતો. ખખડાવવા છતાં નહિ ખોલાતાં તેના કુટુંબી કાકાને તેમજ પોલીસ અને ૧૦૮ને જાણ કરાઇ હતી. પોલીસ અને ૧૦૮ પહોંચ્યા બાદ તપાસ થતાં દરવાજો તોડીને જોતાં કાર્તિક અંદર લટકતો મળ્યો હતો. ત્રણેક દિવસ પહેલા તેણે પગલુ ભર્યાનું લાશને જોતાં જણાયું હતું. તે ત્રણ ભાઇ અને એક બહેનમાં બીજો હતો. તેને સંતાનમાં એક દિકરી છે. પોતે સેન્ટીંગ કામ કરતો હતો.
ગઇકાલે રૂમમાંથી ગંધ આવતી હોઇ પાડોશીએ કાર્તિકના કુટુંબી કાકાને જાણ કરી હતી. કાર્તિકે છેલ્લે ગત ૧૦મીએ પત્નિ સાથે ફોનમા વાત કરી હતી. એ પછી કોઇપણ કારણોસર ગળાફાંસો ખાઇ લીધો હતો. તેના રૂમ પાર્ટનર બહારગામ જતાં રહ્યા હોઇ તે એકલો હતો. પીએસઆઇ રાઠોડે વધુ તપાસ કરી રહ્યા છે
(4:02 PM IST)










