તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 1st July 2026
કૌશિક મહેતા લિખિત પુસ્તક ‘લેટર ટુ બેટરહાફ' પુસ્તક પ્રકાશિત : પત્નિને લખાયેલ ૫૧ પત્રોનું અજોડ સંકલન

શીર્ષક : લેટર ટુ બેટરહાફ
લેખક : કૌશિક મહેતા
મૂલ્ય : રૂ.૨૩૦
પ્રાપ્તિ સ્થાન : વિવેકગ્રામ પ્રકાશન, , વિવેકાનંદ રૂરલ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટયુટ, નાગલપુર રોડ, માંડવી કચ્છ (મો.૯૮૨૫૨ ૪૩૩૫૫). તેમજ લેખક કૌશિક મહેતા (મો.૯૪૨૭૨ ૧૪૨૦૩)નો પણ સંપર્ક કરી શકાશે.
કૌશિક મહેતા દ્વારા મુંબઇ સમાચારમાં પત્નિને પત્ર નામે દોઢક વર્ષથી ચાલી રહેલ કોલમના પત્રોનું સંકલન કરીને માંડવીના વિવેકગ્રામ પ્રકાશન દ્વારા ‘લેટર ટુ બેટરહાફ' પુસ્તક પ્રકાશિત કરવામાં આવ્યુ છે. ૧૬૦ પાનાના આ પુસ્તકમાં ૫૧ પત્રોને સામેલ કરવામાં આવ્યા છે. અહીં કોઇ વિષય બાધ નથી. પતિ-પત્નિના સંબંધો, પરિવાર અને સામાજીક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે. આપણે ત્યાં પત્રો લખવાની પરંપરા લગભગ બંધ થઇ છે. પણ પત્રો લખવાની એક મજા હોય છે. એ વાંચવાનો પણ એક આનંદ હોય છે. આ પુસ્તકમાં સમાવિષ્ટ એક પત્રમાં પત્નિ ઉપર કરાતા જોકસ વિષે પણ પ્રકાશ પાડવા પ્રયાસ કરાયો છે. પુરૂષ પ્રધાન સમાજનું પ્રતિબિંબ આ જોકસમાં પણ પડતુ હોવાનું કહેવાયુ છે. દીકરી કે વહુ કેસ્ત્રી માટે સમાજમાં જે નિયમો છે એવા નિયમો દીકરા કે પુરૂષો માટે નથી. એ જ વાત જોકસમાં પણ લાગુ પડતી લાગે છે. ટુંકમાં આવા અલગ અલગ વિષયોના પત્રોનું સંકલન આ પુસ્તકમાં કરાયુ છે. જે વાંચકોને સ્પર્શી જાય તેવું છે.
લેખકનો પરિચય જોઇએ તો કૌશિક વૃજલાલ મહેતાએ પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રે એક આગવી કેડી કંડારી છે. સંદેશ, અકિલા, ચિત્રલેખા જેવા પ્રતિષ્ઠિત માધ્યમોમાં પોતાની સેવાઓ આપી છે. ૧૯૯૦માં તેઓ ફુલછાબમાં સબ એડીટર તરીકે જોડાયા અને વર્ષ ૨૦૦૮માં તેઓ આ જ અખબારના તંત્રીપદે બિરાજયા. સળંગ ૧૪ વર્ષ તંત્રી તરીકે જવાબદારી નિભાવી. તેઓ સફળ તંત્રી હોવાની સાથે કટાર લેખક તરીકે પણ વાચકોના マદયમાં અમીટ છાપ છોડી રહ્યા છે. અત્યાર સુધીમાં તેઓએ ઉત્કૃષ્ટ ૩૧ પુસ્તકોનું સર્જન કર્યુ છે. આ વિશિષ્ટ પ્રદાન બદલ તેઓ પ્રતિષ્ઠિત હરીન્દ્ર દવે એવોર્ડ નારદ એવોર્ડ અને નચિકેત એવોર્ડથી પુરસ્કૃત થયા છે.
(3:16 PM IST)










