તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
બાલાજીના દર્શને કૌશિકભાઈ વેકરિયા

રાજકોટઃ શ્રી બાલાજી હનુમાનજી મંદિરે (કરણસિંહજી હાઈસ્કૂલ, ભૂપેન્દ્ર રોડ) ગુજરાત સરકારના કાયદો અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યકક્ષા મંત્રી શ્રી કૌશિકભાઈ વેકરિયાએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ મુલાકાત દરમિયાન મંત્રીશ્રીએ શ્રી બાલાજી હનુમાનજી મંદિરના મહંત પૂજ્ય વિવેકસાગરદાસજી સ્વામી સાથે મુલાકાત કરી હતી. શ્રી કૌશિકભાઈનું પુષ્પહાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
(2:35 PM IST)










