News of Saturday, 23rd May 2026
રાજકોટના કેરવીબા વાઘેલા વડોદરા જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ
મૂળ ચાંદલીના વતની મયુરસિંહ જાડેજાના દીકરીની વરણી થતા ખુશીની લહેર

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૧૬ મૂળ રાજકોટના ચાંદલીના વતની અને હાલ રાજકોટ રહેતા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના લો ફેકલ્ટીના ડિન અને લો કોલેજના પ્રિન્સિપાલ મયુરસિંહ જાડેજાના દીકરી કેરવીબા વાઘેલાની વડોદરા જિલ્લા પંચાયતમાં કારોબારી અધ્યક્ષ પદે વરણી થતા રાજકોટ,ચાંદલી અને ક્ષત્રિય-રાજપૂત સમાજમાં ખુશી છવાઈ ગઈ છે.
કેરવીબા (ઋતુબા)રાજકોટની કણસાગરા કોલેજમાં બી.એ.સુધીનો અભ્યાસ કર્યા બાદ બી.એડ.ની ડિગ્રી મેળવેલી છે હાલ તેઓ ત્યાં સાસરે છે તેઓના પતિ ગિરિરાજસિંહ વાઘેલા વર્ષોથી રણોલી વિસ્તારના સામાજિક અને સેવાકીય સંસ્થાઓ સાથે જોડાયેલા છે તેઓ વાઘોડિયાના ભાજપના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહના ભત્રીજા થાય છે. ઉલ્લેખનીય છે કે કેરવીબા વાઘેલા વડોદરા જિલ્લા પંચાયતમાં ભાજપના સભ્ય તરીકે બીન હરીફ જાહેર થયા હતા તેમની અધ્યક્ષ પદે વરણી થતા તેમની ઉપર અભિનંદનની વર્ષા થઈ રહી છે.
(11:18 AM IST)










