<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 21st September 2026

NIFD ના વિદ્યાર્થીઓ દ્વારા યોજાયો ખાદી ફેશન શો

 

વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઇ મોદીના સ્‍વપ્‍ન ‘વોકલ ફોર લોકલ' અને ‘આત્‍મનિર્ભર ભારત' તેમજ ‘ખાદી ફોર ફેશન, ખાદી ફોર નેશન'ને સાકાર કરવાના ભાગરૂપે તથા વિશ્વ ગ્રામ પ્રેરિત ‘બંદે મેં હૈ દમ - ગાંધી ૧૫૮ નોટ આઉટ' પ્રોજેક્‍ટ અંતર્ગત યોજાયેલા ‘ગાંધી કારવાં'ના નિઃશુલ્‍ક કાર્યક્રમમાં NIFD રાજકોટના વિદ્યાર્થીઓ દ્વારા ‘ધ ફ્રેગ્રન્‍સ શો (ફેશન શો)માં ‘ખુશ્‍બૂ ખાદી કી, ગીત ગાંધી કે' થીમ પર ખાદીને ફેશન તરીકે વિશેષ રીતે રજૂ કરવામાં આવી હતી. ખાદીને માત્ર પરંપરાગત વષા તરીકે નહીં પરંતુ આજની યુવા પેઢી માટે આધુનિક, વૈવિધ્‍યસભર અને ટકાઉ ફેશનના માધ્‍યમ તરીકે રજૂ કરવામાં આવી હતી. આ અનોખા વિચાર અંગે NIFD રાજકોટના સેન્‍ટર ડિરેક્‍ટર શ્રી નૌશિકભાઇ પટેલે જણાવ્‍યું હતું કે, ફેશન અને ઇન્‍ટીરીયર ડિઝાઇન ક્ષેત્રે દેશના ભાવિને તૈયાર કરી શિક્ષણ આપતી અગ્રીમ સંસ્‍થા NIFD રાજકોટના વિદ્યાર્થીઓએ ગાંધીજી અને ખાદીને કેન્‍દ્રમાં રાખીને ભારતીય હસ્‍તકલા, પ્રાદેશિક સંસ્‍કળતિ, પ્રકળતિ અને ગાંધીજીના વિચારોમાંથી પ્રેરણા મેળવી વિવિધ ડિઝાઇનર ખાદીના વષાો તૈયાર કર્યા હતા. જેમાં ઉદ્યોગ ભારતી ગોંડલ દ્વારા ખાદીનું વિનામુલ્‍યે કાપડ અપાયું હતું. જેમાથી ૫૦ થી વધુ વિદ્યાર્થીઓએ સતત બે મહિનાની મહેનતથી વિવિધ ડિઝાઇન વાળા વષાો તૈયાર કર્યા હતા. જેને શનિવારે હેમુગઢવી હોલ ખાતે મેઘા ડાલ્‍ટનના ગાંધી ગીતો સાથે રજુ કરવામાં આવેલ. આ પ્રસંગે શહેરના મેયર નેહલ શુક્‍લા, મ્‍યુનિસિપલ કમિશ્‍નર તુષાર સુમેરા સહિત મહાનુભાવોની ઉપસ્‍થિતિમાં મનોદિવ્‍યાંગ બાળકો અને થેલેસેમીયા મેજરવાળા બાળકોએ પણ રેમ્‍પ વોક કરી ખાદીની કલાને મંચ પર રજુ કરેલ. વિદ્યાર્થીઓએ ખાદીમાં વિવિધ ડિઝાઇન તૈયાર કરી હતી. જેમકે, ડેનિમ ખાદીના વિવિધ રંગો, ટેક્‍સચર અને પ્રકારોને સંયોજિત કરીને આધુનિક સ્‍ટ્રીટવેર, વૂલન થ્રેડ, કાઉચિંગ સ્‍ટિચ, ફેબ્રિક મેનિપ્‍યુલેશન અને લાકડાના બટન જેવી હસ્‍તકલા તકનીકો દ્વારા વષાોમાં વિશિષ્ટ ટેક્‍સચર ઉમેરવામાં આવ્‍યું હતું. અન્‍ય એક વષામાં ફૂલોને ગાંધીજીના મૂલ્‍યો સાથે સાંકળીને શાંતિ, પવિત્રતા, હિંમત, સકારાત્‍મકતા અને સૌમ્‍યતા જેવા ભાવોને વષાોના મોટિફ્‌સ દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવ્‍યા હતા. અન્‍ય ખાદીની ડિઝાનમાં ભારતના વિવિધ રાજ્‍યોની કલા, સ્‍થાપત્‍ય, કાપડ અને ભરતકામને પ્રેરણા સ્રોત બનાવીને ખાદીના માધ્‍યમથી ભારતીય સાંસ્‍કળતિક વૈવિધ્‍યને આધુનિક સ્‍વરૂપ આપવામાં આવ્‍યું હતું.  NIFD નો મુખ્‍ય ઉદ્દેશ એ છે કે ફેશન સાથે પર્યાવરણ પ્રત્‍યેની જવાબદારી અને ભારતીય મૂલ્‍યોનું પણ જતન થાય. ખાદી સાથે જોડાયેલી આ પહેલ યુવાનોને ટકાઉ અને સભાન ફેશન તરફ પ્રેરણારૂપ બની રહેશે તેવો આશાવાદ સંસ્‍થાના નૌશિકભાઇ પટેલે વ્‍યકત કર્યો છે.

(2:56 PM IST)