તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 15th October 2026
રંગીલા' શહેરમાં ‘ખાખી' ની દારૂના ધંધાર્થીઓઅને પ્યાસીઓ પર ધોંસઃ પાંચ દરોડામાં પાંચ પકડાયા
કોઇ એક બાટલી સાથે તો કોઇ ૨૭ ચપલા સાથે ઝપટે ચડી ગયુ કુવાડવા, આજીડેમ, માલવીયાનગર, પીસીબી અને પ્ર.નગર પોલીસના નવાગામ, ભાવનગર રોડ, મવડી, ૧૫૦ ફૂટ રીંગ રોડ અને જંકશન રોડ પર દરોડા

રાજકોટ, તા.૧૫: શહેર પોલીસે વિદેશી દારૂ અંગે ઘોંસ બોલાવી છે. વધુ પાંચ સ્થળે દરોડા પાડી પોલીસે દારૂની એક બોટલ થી લઇ ૨૭ ચપલા સાથે પાંચ શખ્સોને પકડી લીધા હતા જેમાં કુવાડવા રોડ, આજીડેમ, માલવીયાનગર, પીસીબી અને પ્ર.નગર પોલીસે નવાગામ, ભાવનગર હાઇવે, મવડી પ્લોટ, દોઢસો ફુટ રીંગ રોડ અને જંકશન રોડ પર દરોડા પાડી કુવાડવા રોડ પોલીસમાં પીએસઆઇ એમ.આર. મકવાણા, કોન્સ. યુવરાજસિંહ જાડેજા સહિતના સ્ટાફ નવાગામમાં દેવનગરના ઢોરે રહેતા રાજેશ જીતેશભાઇ ભખોડીયા (ઉ.વ.૨૦)ને તેજ વિસ્તારમાંથી રૂા.૨૮૬૦ની કિંમતના ૨૭ દારૂના ચપલા સાથે પકડી લીધો હતો. બીજા દરોડામાં આજીડેમ પોલીસના હેડ કોન્સ. એ.પી.સોલંકી, કોન્સ. જયદીપસિંહ ભટ્ટી સહિતે ભાવનગર હાઇવે પર આર.કે.ના ગેઇટની પાસેથી કાળુ લાલજીભાઇ મકવાણા (ઉ.વ. ૩૫ રહે ફુલઝર, તા. ચોટીલા)ને રૂા. ૯૬૮૪૦ની દારૂની ૧૨ બોટલ સાથે પકડી લીધો હતો.
ત્રીજા દરોડામાં માલવીયાનગર પોલીસના હેડ કોન્સ. એ.બી. જીલરીયા, કોન્સ. કરમણભાઇ જાદવ સહિતે મવડી પ્લોટના વિનાયકનગરમાં રહેતા મહાવીરસિંહ ઉર્ફે માવો દિલુભા પરમાર (ઉ.વ.૪૩)ને ઘરનજીકથી ૪૭૦૦ના દારૂના ૧૪ ચપલા સાથે પકડી લીધો હતો.
ચોથા દરોડામાં પીસીબીના હેડ કોન્સ. નગીનભાઇ ડાંગર સહિતના સ્ટાફે ૧૫૦ ફૂટ રીંગ રોડ સાગર પાર્ટીપ્લોટ નજીકથી ભોૈમિક ઉર્ફે ભોપો રાજુલભાઇ ઉગરેજા (ઉ.વ.૩૧ રહે દર્શન પાકૃ, ભાડેથી રેલનગર) ને ૧૩ હજારના દારૂની ૪ બોટલ સાથે પકડી લીધો હતો. પાંચમાં દરોડામાં પ્ર.નગર પોલીસના હેડ કોન્સ. નિલેશભાઇ કુગસીયા, કોન્સ. વનરાજભાઇ બોરીચા સહિતે જંકશન મેઇન રોડ પરથી અંકિત કાળુભાઇ વનાળીયા (ઉ.વ. ૨૩ રહે મુંજકા, મુળ સનાળી, તા.વિછીંયા)ને દારૂની ૧ બોટલ સાથે પકડી લીધો હતો.
(2:34 PM IST)










