News of Wednesday, 25th November 2026
‘નશા'ના કાળા કારોબાર પર ખાખીની સ્ટ્રાઇકઃ ચાર સ્થળેથી ગાંજાના જથ્થા સાથે ચાર ઝડપાયા
‘સે નો ટુ ડ્રગ્સ' ઓપરેશન અંતર્ગત સતત બીજા દિવસે દરોડાનો દૌર યથાવત : યુનિવર્સિટી, આજીડેમ, ગાંધીગ્રામ અને તાલુકા પોલીસના રૈયા ગામ, સાંઇબાબા સર્કલ પાસે અને જુના એરપોર્ટની દિવાલ પાસે અને નાનામવા સર્કલ પાસે દરોડા

રાજકોટ, તા., ૨૫ : શહેરમાં માદક પદાર્થના કાળા કારોબાર પર ‘સે નો ટુ ડ્રગ્સ' ઓપરેશન અંતર્ગત પોલીસે બીજા દિવસે પણ તવાઇ યથાવત રાખી છે. યુનિવર્સિટી, આજી ડેમ અને ગાંધીગ્રામ અને તાલુકા પોલીસે રૈયા ગામે સરકારી કવાર્ટર, સાંઇબાબા સર્કલ પાસે અને ગાંધીગ્રામમાં અક્ષરનગર પાસે અને નાનામવા સર્કલ પાસે દરોડાો પાડી ગાંજાના જથ્થા સાથે ચારને પકડી લીધા હતા.
યુનિવર્સિટી પોલીસના પીઆઇ કે.કે.ગોહીલની રાહબરીમાં પીએસઆઇ આર.આર.કોઠીયા સહિતના સ્ટાફે બાતમીના આધારે રૈયા ગામમાં આરએમસી આવાસ યોજના ચાર માળીયા કવાર્ટરમાં રહેતા જાવીદશાહ ઇસ્માઇલશાહ શાહમદાર (ઉ.વ.૩૮)ના કવાર્ટરમાં દરોડો પાડી તેને રૂા. પપ,૪૭૬ની કિંમતના ગાંજાના ૧૧૦૯.પર ગ્રામ ગાંજા સાથે પકડી લીધો હતો. પોલીસે ગાંજા સાથે પકડી લીધો હતો. પોલીસે ગાંજા ઉપરાંત ફોન અને પ્લાસ્ટીકની કોથળી સહીત રૂા. ૬૦,૪૭૬નો મુદામાલ કબ્જે કરી ગાંજો કયાંથી લાવ્યો હતો? તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ કામગીરી યુનિવર્સિટી પોલીસના પીઆઇ કે.કે.ગોહીલ, પીએસઆઇ આર.આર.કોઠીયા, એએસઆઇ જગમાલભાઇ નાજાભાઇ, જયંતીભાઇ રવજીભાઇ, જયંતીગીરી રૈવતગીરી હેડ કોન્સ. ધારાબેન શૈલેષભાઇ, પ્રતાપસિંહ દાદભા, દિવ્યરાજસિંહ સાવજુભા, કોન્સ. વિરેન્દ્રસિંહ મહેન્દ્રસિંહ, પ્રવિણસિંહ જીવાભાઇ, પ્રાદીત્યસિંહ હરદેવસિંહ, દિવ્યરાજસિંહ ટેમુભા, અક્ષયભાઇ મગનભાઇ, ડ્રા. સિધ્ધરાજસિંહ વિક્રમસિંહ અને ટીઆરબી જયદીપભાઇએ કરી હતી.
બીજા દરોડામાં આજી ડેમ પોલીસના પીઆઇ એચ.એન.પટેલ સહિતના સ્ટાફે રવિ પ્રવિણભાઇ પરેશા (ઉ.વ.૩૦ રહે. ગુલાબનગર સાંઇબાબા સર્કલ પાસે)ના મકાનમાં બાતમીના આધારે દરોડો પાડી તેને રૂા. ૧૧,પપ૦ની કિંમતના ગાંજાના ર૩૧ ગ્રામના જથ્થા સાથે પકડી લઇ કાર્યવાહી કરી હતી.
આ કામગીરી એચ.એન.પટેલ, એએસઆઇ અજયભાઇ વિકમા, હેડ કોન્સ. પિયુષભાઇ ચિરોડીયા, અંકિતભાઇ નિમાવ, હરપાલસિંહ જાડેજા, દેવાંગભાઇ પાલા, ભરતભાઇ જોગીયા, સંજયભાઇ મિયાત્રા, હિતેશભાઇ અગ્રાવત, હરપાલસિંહ જાડેજા, વિશ્વરાજસિંહ પરમાર, પ્રતિકભાઇ બોરસીયા અને કોન્સ પ્રજ્ઞાબેન લાખણોત્રાએ કરી હતી. પ્રાથમીક પરીક્ષણ કરી એફએસએલ અધિકારી કે.એમ.તાવીયાએ અભિપ્રાય આપ્યો હતો.
ત્રીજા દરોડામાં ગાંધીગ્રામના પીઆઇ એચ.પી.ગઢવી સહીતની ટીમે જુના એરપોર્ટની દિવાલ પાસે વેલનાથ ચોકથી આશાપુરા મંદીર નજીક અક્ષરનગરમાંથી મહેશ ઉર્ફે માધવ રાજુભાઇ ટોયટા (ઉ.વ.૩૦-રવી રાંદલ પાર્ક, શીતલ પાર્ક)ને રૂા. ૯૯૮ ની કિંમતના ૧૯.૯૭ ગ્રામ ગાંજાના જથ્થા સાથે પકડી લઇ ગાંજા અને ફોન તેમજ સ્કુટર સહિત રૂા. પ૩,૯૯૮નો મુદામાલ કબ્જે કરી વધુ પુછતાછ શરૂ કરી છે.
ચોથા દરોડામાં તાલુકા પોલીસના પીઆઇ એસ.આર.મેઘાણી, પીએસઆઇ એમ.એચ.મહારાજ, સહિતના સ્ટાફે નાનામવા સર્કલ નજીક આરએમસી કવાર્ટરમાં રહેતા આરીફ ઉર્ફે તોહીલ અબ્બાસભાઇ ઠેબા (ઉ.વ.૧૯)ને કવાર્ટરના ગેઇટ પાસેથી રૂા. ર૭૦૦ના પ૪ ગ્રામ ગાંજા સાથે પકડી ગાંજા અને ગાંજા વેચાણની ૧૪૦૦ ની રોકડ મળી કુલ રૂા. ૪૧૦૦નો મુદામાલ કબ્જે કર્યો હતો.
(3:05 PM IST)










