તા. ૧૭ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૮ મંગળવાર
News of Tuesday, 3rd November 2026
રાજકોટ તાલુકાના વિજયનગર ગામમાં આંગણવાડીનું ખાતમુહૂર્ત

રાજકોટઃ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા પરંપરાગત પધ્ધતિથી બાળ મૈત્રી પૂર્ણ અભિયાન હેઠળ વિજયનગર ગામ ખાતે આશરે રૂ.૧૮ લાખની ગ્રાન્ટ મર્યાદામાં નવા આંગણવાડી કેન્દ્રનું બાંધકામ મંજૂર થયેલ છે તો વિજયનગર ગામ ખાતે આંગણવાડીનું ખાતમુહૂર્ત કરવામાં આવેલ હતું. ખાતમુર્હત પ્રસંગમાં રાજકોટ જિલ્લા પંચાયતના બેડી-૩ સીટના સભ્ય પ્રતિનિધિ રાજાભાઈ ચાવડા, ધનરાજ ભાઈ રાઠોડ સરપંચ ભીખાભાઇ ગઢીયા, ઉપ સરપંચ ભાઇલાલભાઈ શિંગાળા, રાઘવજીભાઈ ઝાપડા, અજીત બારોટ જીવરાજભાઈ ગઢીયા, ગંગદાસભાઈ ગઢીયા, મોહિતભાઈ ગઢીયા તથા મુખ્ય સેવિકા ધારાબેન રાઠોડ, જયશ્રીબેન ઝાપડા, મહેકભાઈ નિમાવત, ગામના આગેવાનો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
(11:15 AM IST)










