તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 18th June 2026
વિજયભાઈ રૂપાણી મેમોરિયલ દ્વારા યોજાયો કિડની અવેરનેસ સેમિનાર
કિડનીને સ્વસ્થ રાખવા સમયસર નિદાન, યોગ્ય જીવનશૈલી અને જનજાગળતિ જરૂરી : ડો.પ્રાંજલ મોદી - ડો.સંજયભાઈ પંડયા

રાજકોટ : સમાજમાં કિડની સંબંધિત રોગો અંગે જાગળતિ લાવવાના હેતુથી શ્રી વિજયભાઈ રૂપાણી મેમોરિયલ દ્વારા પ્રમુખસ્વામી ઓડિટોરિયમ, રૈયા રોડ ખાતે ‘કિડની અવેરનેસ સેમિનાર'નુ આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારમાં પૂ.પા.ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રી, કેબીનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ પરષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરિયા, મેયર નેહલભાઈ શુક્લ, માધવભાઈ દવે, ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, રમેશભાઈ ટીલાળા, ડો. શ્રીમતી દર્શિતાબેન શાહ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, ડે.મેયર શ્રીમતિ દક્ષાબેન વસાણી, પરેશભાઈ પીપળીયા, ડો. હિરેનભાઈ ખીમાણીયા, સંજયસિંહ રાણા, ડો. તેજસભાઈ કરમટા, ડો. બીરજુભાઇ મોરી, ડો. અતુલભાઈ પંડ્યા, ડો. અમિતભાઈ હાપાણી, ડો. ચેતનભાઈ લાલસેતા, નીતિનભાઈ ભારદ્વાજ, ધનસુખભાઈ ભંડેરી તથા કાર્યક્રમના આમંત્રિત વક્તા ડો. પ્રાંજલભાઈ મોદી, સંજયભાઈ પંડ્યા, સાંઈરામ દવે તથા શહેરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગિક ઉદ્દબોધનમાં શ્રી ઋષભભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે વિજયભાઈ રૂપાણી સારા મુખ્યમંત્રી તરીકે કોમન મેન તો હતા જ સાથે સાથે કમિટેડ મેન, કલ્ચર્ડ મેન અને કલ્ટીવેટ મેન હતા. પૂજ્ય ગોસ્વામી ૧૦૮ શ્રી વ્રજરાજકુમારજી મહારાજશ્રીએ પોતાના આશીર્વચનમાં જણાવ્યું હતું કે, સ્વસ્થ શરીર એ જીવનની સૌથી મોટી સંપત્તિ છે. શરીરની સંભાળ રાખવી એ પણ એક પ્રકારની સેવા અને સાધના છે. રાજ્યના કેબીનેટ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણી અને સાંસદ શ્રી પરષોત્તમ રૂપાલાએ પ્રાસંગીક પ્રવચનમાં વિજયભાઇને યાદ કરી તેમના થઇ રહેલ સેવા કાર્યોને બિરદાવ્યા હતા.જાણીતા નેફ્રોલોજિસ્ટ ડો. સંજયભાઈ પંડ્યા તથા લીવર-કિડની-બોનમેરો ટ્રાન્સપ્લાન્ટ ક્ષેત્રે બહોળું કાર્ય કરનાર શ્રી ડો. પ્રાંજલભાઈ મોદીએ પોતાના વક્તવ્યમાં જણાવેલ કે કિડનીના રોગો ઘણી વખત શાંત રીતે વિકસે છે. કિડનીને તંદુરસ્ત રાખવા હેલ્ધી લાઈફ સ્ટાઈલ અપનાવવી, દરરોજ બે લીટર પાણી પીવું, ૪૦ની ઉમર પછી દર વર્ષે નિયમિત ટેસ્ટ કરાવવા અત્યંત જરૂરી છે. પ્રખ્યાત હાસ્યકાર શ્રી સાંઈરામ દવેએ સ્વ. વિજયભાઈ રૂપાણીને યાદ કરતાં જણાવ્યું હતું કે, મહાન વ્યક્તિનું મળત્યુ બે વખત થાય છે, પ્રથમ વખત દેહથી અને બીજી વખત ત્યારે જ્યારે આપણે તેમના વિચારોમાંથી પ્રેરણા લેવાનું બંધ કરી દઈએ. તેમના દ્વારા શરૂ કરાયેલા સેવાકાર્યો તેમને આપણી વચ્ચે હંમેશા જીવંત રાખશે. અંતમાં આભાર દર્શન ઇન્ડિયન મેડિકલ એસોસિયેશન રાજકોટના પ્રમુખ ડો. તેજસભાઈ કરમટાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન તેજસભાઈ શીશાંગીયાએ કરેલ હતું. કાર્યક્રમને સફળ બનાવવામાં વિજયભાઈ રૂપાણી મેમોરીયલના ચેરમેન શ્રીમતી અંજલીબેન રૂપાણી, ડો.મેહુલભાઈ રૂપાણીના માર્ગદર્શન હેઠળ ઇન્ડિયન મેડીકલ એસોસીએશન - રાજકોટ, પુજીત વિજયભાઈ રૂપાણી મેમોરીયલ ટ્રસ્ટ, એચએનએસ ગ્રુપ ઓફ કોલેજ, આર્યવીર હોમિયોપેથી મેડીકલ કોલેજ, ઇન્ડિયન ઇન્સ્ટીટયુટ ઓફ આયુર્વેદ એન્ડ રીસર્ચ સેન્ટર, ડીઝાઇન કોલેજ, ગુજરાત સ્કૂલ ઓફ એક્સીલન્સ તેમજ અસંખ્ય કાર્યકર્તા ભાઈઓ-બહેનોએ જહેમત ઉઠાવેલ હતી.
(3:37 PM IST)










