તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
કિરણ ટેલીવીઝનમાં ધનતેરસ અને દિવાળી નિમિત્તે એલજી પ્રોડકટસ પર આકર્ષક ઓફર્સના ધમાકા
રૂા.ર૦,૦૦૦/- સુધીનું કેશબેક બજાજ ફીનસર્વ દ્વારા ૧ EMI ફ્રી (સીલેકટેડ મોડેલ્સ પર

તહેવારોની મોસમમાં ગ્રાહકોની ખરીદીને વધુ આનંદદાયક બનાવવા માટે રાજકોટ સ્થિત કિરણ ટેલીવીઝન (એલજી બેસ્ટ શોપ) દ્વારા ધનતેરસ અને દિવાળી પર્વ નિમિત્તે એલજી હોમ એપ્લાયન્સીસ અને ઇલેક્ટ્રોનિક્સ ઉત્પાદનો પર શાનદાર એક્સક્લુઝિવ ઓફર્સ જાહેર કરવામાં આવી છે. છેલ્લા ૨૯ વર્ષોથી લાખો સંતુષ્ટ ગ્રાહકોના વિશ્વાસ સાથે સેવા આપતા કિરણ ટેલીવીઝને આ પર્વ નિમિત્તે વિશેષ આકર્ષણો રજૂ કર્યા છે.
આ શુભ તહેવારો પર ખરીદી કરતા ગ્રાહકો માટે પસંદગીના એલજી ઉત્પાદનો પર ૭,૦૦૦ સુધીનું નિヘતિ ડિસ્કાઉન્ટ, ૨૦,૦૦૦ સુધીનું કેશબેક અને પસંદગીના મોડેલ્સ પર ૧ ઇએમઆઇ ફ્રી મેળવવાની તક મળશે. આ ઉપરાંત પસંદગીના ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ્સ દ્વારા ખરીદી કરવા પર ૨૬% સુધીનું આકર્ષક કેશબેક (મહત્તમ ૩૦,૦૦૦ સુધી), સરળ ઝીરો ડાઉન પેમેન્ટ સુવિધા, ૧ વર્ષનું ફ્રી ઇન્સ્યોરન્સ અને જૂના ઉપકરણો બદલવા પર વિશેષ દિવાળી એક્સચેન્જ બોનસ જેવા ઉત્તમ લાભો પણ ગ્રાહકો મેળવી શકશે.
ગ્રાહકોની ખરીદીની સરળતા માટે કિરણ ટેલીવીઝનના તમામ શોરૂમ રવિવારે પણ ખુલ્લા રહેશે. રાજકોટના ગ્રાહકો જાગનાથ મંદિર સામે યાજ્ઞિક રોડ, જી-૩/૫ તુલસી ઇમ્પિરીયા સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે મોટા મવા, તેમજ નક્ષત્ર-૩ રૈયા ટેલીફોન એક્સચેન્જ પાસે ૧૫૦ ફૂટ રીંગ રોડ સ્થિત શોરૂમની મુલાકાત લઈને આ તહેવારી ઓફર્સનો લાભ ઉઠાવી શકે
(11:55 AM IST)










