તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 3rd November 2026
એમએસડબલ્યુ સેમેસ્ટર-૪ની પરીક્ષામાં કિશન આભાણી ઉતિર્ણ

રાજકોટઃ રાજકોટના કિશન નરેન્દ્રભાઈ આભાણીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ઓગસ્ટ-૨૦૨૬માં લેવામાં આવેલી માસ્ટર ઓફ સોશિયલ વર્ક (એમએસડબલ્યુ) સેમેસ્ટર-૪ની પરીક્ષામાં ઉત્કૃષ્ટ સફળતા પ્રાપ્ત કરી છે. તેમણે કુલ ૨૮૫૦માંથી ૧૯૯૮ ગુણ મેળવી ૭૦.૧૧ ટકા સાથે ફર્સ્ટ ડિસ્ટીકશન મેળવેલ છે.
તેઓએ હરિદર્શન એમ.એસ.ડબલ્યુ. કોલેજમાં અભ્યાસ પૂર્ણ કરી આ સિદ્ધિ મેળવી છે. તેઓ અગાઉ મિકેનિકલ એન્જાિનિયરિગમાં ડિપ્લોમા, બી.કોમ., એલએલ.બી., લેબર લો ડિપ્લોમા, સાયબર લો સંબંધિત અભ્યાસક્રમ અને બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન જેવી શૈક્ષણિક લાયકાતો પ્રાપ્ત કરી ચૂક્યા હોવાનું તેઓની યાદીમાં જણાવાયું છે.
(3:48 PM IST)










