<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 15th July 2026

કિટીપરામાં સંદિપને પકાએ ઢીકા-પાટા-ઇંટથી માર મારી શરીરે કાળી મેશ ચોપડી!

પકાએ તું અત્‍યારે જા મારી બા આવે છે કહેતાં સંદિપે જવાની ના પાડતાં મારામારી

 

રાજકોટ તા. ૧૫: જંકશન પ્‍લોટના ગાયકવાડી વિસ્‍તારમાં રહેતાં યુવાન પર પાડોશીએ હુમલો કરી ઢીકાપાટુ અને ઇંટથી માર મારી માથે જતાં શરીર પર કાળી મેશ ચોપડી દેતાં યુવાન સારવાર માટે દાખલ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

જાણવા મળ્‍યા મુજબ ગાયકવાડી કીટીપરા-૫ આવાસ યોજના ક્‍વાર્ટરમાં સુરેશ પાન પાસે રહેતો સંદિપ રાજેશભાઇ કુવાડીયા (ઉ.વ.૧૯) નામનો દેવીપૂજક યુવાન બપોરે ઘર પાસે હતો ત્‍યારે પકો રઘુભાઇ વાજેલીયા નામના શખ્‍સે ઝઘડો કરી ઢીકાપાટુનો માર મારતાં અને ઇંટથી પણ ફટકારતાં ઇજા થઇ હતી. મારકુટ કર્યા બાદ પકાએ સંદિપને પછાડી દઇ શરીર પર કાળી મેશ પણ ચોપડી દીધી હતી.

માથાકુટને કારણે રાડારાડી થતાં બીજા લોકો ભેગા થઇ ગયા હતાં. આથી પકો ભાગી ગયો હતો. સંદિપને ઇજા થઇ હોઇ સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયો હતો. સંદિપના કહેવા મુજબ પોતે ભંગારની ફેરી કરે છે. બપોરે તે પકા પાસે ગયો ત્‍યારે પકાએ તું અત્‍યારે અંહિથી જા, મારા માતા આવે છે તેમ કહેતાં સંદિપે ત્‍યાંથી જવાની ના પાડતાં આ માથાકુટ થઇ હતી. હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે પ્ર.નગર પોલીસને જાણ કરી હતી.

(2:49 PM IST)