<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

ધ્રોલના ઇરશાદ પર હરિહર ચોકમાં કાકાના દિકરા શકિલ સહિતનો છરી-ધોકાથી હુમલો

વચ્‍ચે પડેલા ભાઇને પણ ઇજાઃ લોનથી લીધેલો મોબાઇલ શકિલે હપ્‍તા ન ભરી પાછો આપી દીધો હોઇ પોલીસને અરજી કરતાં માથાકુટ

રાજકોટ તા. ૯: સદર બજાર હરિહર ચકોમાં રહેતાં બે ફકીર ભાઇઓ પર તેના જ કાકાના દિકરા સહિતે છરી-ધોકાથી હુમલો કરી ઇજાઓ પહોંચાડતાં બંનેને સારવાર માટે દાખલ કરવામાં આવ્‍યા હતાં.

જાણવા મળ્‍યા મુજબ હરિહર ચોકમાં દાતારબાપુના તકીયા નજીક રહેતાં ઇરશાદ ઇમરાનભાઇ શાહમદાર (ઉ.વ.૨૨) પર તેના કાકાના દિકરા શકીલ યાસીનભાઇ શાહમદાર અને અજાણ્‍યાએ છરી-ધોકાથી હુમલો કરતાં પેટમાં છરી લાગી જતાં ગંભીર ઇજા થઇ હતી. તેને બચાવવા માટે તેનો ભાઇ નશરફ ઇમરાનભાઇ શાહમદાર (ઉ.વ.૧૮) વચ્‍ચે પડતાં તેને પણ મારકુટ થઇ હતી.

ઇરશાદ રિક્ષા હંકારી ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક દિકરી છે. પોતે ધ્રોલ રહે છે અને અહિ માતા-પિતાના ઘરે દિકરીની દવા લેવા માટે આવ્‍યો હતો. કાકાના દિકરા શકિલને તેણે ૪૬ હજારનો મોબાઇલ લોનથી લઇ દીધો હોઇ તેણે બે હપ્‍તા ભરી મોબાઇલ પાછો આપી દીધો હતો. આ બાબતે ઇરશાદે પોલીસમાં અરજી કરી હોઇ તે બબાતનો ખાર રાખી હુમલો કરાયો હતો. બનાવ અંગે એ-ડિવીઝન પોલીસે તપાસ હાથ ધરી હતી.

(2:55 PM IST)