તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 30th June 2026
ગાળો બોલવા મામલે છરીઓ ઉડીઃ કરણ-યુવરાજ અને સામા પક્ષે હિમાનસિંહ તથા પ્રતાપસિંહને ઇજા
નાના મવા રોડ નહેરૂનગર પ્રાઇવેટના ખુણે માલધારી ચોકમાં બખેડો : માલવીયાનગર પોલીસે કરણ કુંભારવાડીયા અને હિમાનસિંહ જાડેજાની ફરિયાદ પરથી સામ સામે ગુના દાખલ કર્યાઃ કરણના પત્નિ ધારાબેન, માતા ભાવાબેનને પણ લાફા મારી ગાળો ભાંડીઃ

રાજકોટ તા. ૩૦: શહેરના નાના મવા રોડ નહેરૂનગર પ્રાઇવેટના ખુણે માલધારી ચોક વિસ્તારમાં ગાળો બોલવાની ના પાડવા જેવી નજીવી બાબતે ઉશ્કેરાઈને ત્રણ શખ્સોએ આતંક મચાવ્યો હોવાની ઘટના સામે આવી છે. ઓફિસ બહાર બેઠેલા યુવાનોને બેફામ ગાળો આપી, એક યુવાન પર છરી વડે હુમલો કરી ઈજા પહોંચાડવામાં આવી હતી. તેમજ મામલો શાંત પાડવા વચ્ચે પડેલા યુવાનના માતા અને પત્િ નને પણ શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો માર માર્યો હતો. સામા પક્ષે પણ આ મામલે વળતી ફરિયાદ કરી હતી.
જાણવા મળ્યા મુજબ આ બનાવમાં નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૪માં માલધારી ચોક પાસે રહેતાં કરણ જીલુભાઇ કુંભારવાડીયા (ઉ.વ.૨૮) નામના યુવાનની ફરિયાદ પરથી માલવીયાનગર પોલીસે પ્રતાપસિંહ ઉર્ફે પતીયો સુખદેવસિંહ જાડેજા, હેમાંગ ઉેર્ફે હેમભા સુખદેવસિંહ જાડેજા અને ભાવીન દેવડા વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.
કરણ મજૂરી કરી ગુજરાન ચલાવે છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે તે રાત્રિના આશરે સાડા નવેક વાગ્યે માલધારી ચોકમાં આવેલ સુરજભાઈ ડેરની ઓફિસમાં બઠો હતો. ત્યારે તેના કાકાના દિકરા ભાઈઓ અર્જુન કુંભારવાડીયા તથા યુવરાજ કુંભારવાડીયા અને તેમના મિત્રો ઓફિસની બહાર શેડ નીચે બેઠા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલા પ્રતાપસિંહ ઉર્ફે પતીયો નામના શખ્સે કોઈ પણ કારણ વગર બહાર બેઠેલા તમામને બેફામ ગાળો ભાંડવાનું શરૂ કર્યું હતું. અવાજ સાંભળી કરણ બહાર આવતાં પ્રતાપસિંહે કરણના પિત્રાઇ યુવરાજને બે-ત્રણ લાફા મારી દીધા હતા અને ઊંચા અવાજે ઝઘડો કરવા લાગ્યો હતો.
કરણે ગાળો બોલવાની ના પાડી ત્યારે પતિયાએ તમે બધા અહીંથી ભાગો નહીતર જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી હતી. ઝઘડા દરમિયાન થોડી જ વારમાં પ્રતાપસિંહનો ભાઈ હેમાંગ ઉર્ફે હેમભા અને તેનો મિત્ર ભાવિન દેવડા પણ ત્યાં ધસી આવ્યા હતા. હેમાંગના હાથમાં છરી હતી. તેણે કરણના વાળ પકડી બે-ત્રણ લાફા મારી દીધા હતા અને હાથમાં રહેલી છરી વડે હુમલો કર્યો હતો. છરીનો ઘા વાગતા કરણના ડાબા હાથમાં તેમજ જમણા હાથની વચલી આંગળીમાં ગંભીર ઈજાઓ પહોંચી હતી.
દેકારો થતાં કરણના પત્નિ ધારાબેન અને માતા ભાવનાબેન તાત્કાલિક વચ્ચે છોડાવવા માટે દોડી આવ્યા હતા. પણ ઉશ્કેરાયેલા ત્રણેય આરોપીઓએ આ મહિલાઓને પણે બેફામ ગાળો આપી, ફડાકા-ઢીકાપાટુનો માર મારી લીધો હતો. બનાવને પગલે લોકોનું ટોળુ ભેગુ થઇ જતાં આ ત્રણેય ભાગી ગયા હતાં. કરણને ઇજા થઇ હોઇ સારવાર માટે ખસેડાયો હતો.
સામા પક્ષે નહેરૂનગર પ્રાઇવેટ શેરી નં. ૫માં રહેતાં અને ટિફીન સર્વિસનું કામક રતાં હિમાનસિંહ સુખદેવસિંહ જાડેજા (ઉ.વ.૨૯)ની ફરિયાદ પરથી કરણ જીલુભાઇ કુંભારવાડીયા, અર્જુન નરેશભાઇ કુ઼ભારવાડીયા અને યુવરાજ નરેશભાઇ કુંભારવાડીયા વિરૂધ્ધ પણ ગુનો દાખલ થયો છે.
હિમાનસિંહે ફરિયાદમાં જણાવ્યું છે કે રાતે મારા મિત્ર ભુપતનો ફોન આવેલો કે તારા ભાઇ સાથે માલધારી ચોકમાં કોઇ ઝઘડો કરે છે. જેથી હું સુરજભાઇ ડેરની ઓફિસ પાસે ગયો તો કરણ, અર્જુન, નરેશ ત્રણેય મારા ભાઇ પ્રતાપસિંહને ઢકીાપાટા મારતાં હોઇ હું વચ્ચે પડતાં મને ગાળો દઇ કહેલું કે-આજે તો તારા ભાઇને જાનથી મારી નાંખવો છે. તેમ કહી કરણે છરી કાઢી મને હાથની કલાઇ પર મારી દેતાં ઇજા થઇ હતી. મારા મિત્રો ભુપત, ભાવીન વચ્ચે આવતાં વધુ ઝઘડો અટકાવ્યો હતો. આમ છતાં આ લોકો મારી નાંખવાની ધમકી આપતાં હતાં. મને લોહી નીકળતું હોઇ સારવાર માટે લઇ જવાયો હતો. કારણ વગર મારા ભાઇને આ લોકો મારકુટ કરતાં હોઇ હું વચ્ચે પડતાં મને છરીથી ઇજા કરી ધમકી આપી હતી. તેમ વધુમાં હિમાનસિંહે જણાવ્યુ હતું. પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં હેડકોન્સ. એ. વી. ચાવડાએ ગુના દાખલ કર્યા હતાં.
(2:24 PM IST)










