હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સોની બજારમાં દૂકાનમાં હૃદય બંધ પડી જતાં કોલકત્તાના અનારૂલ શેખનું મોત
નવલનગરના ચંદ્રીકાબેન લીંબાચીયાનું પણ હૃદય બંધ પડી જતાં મૃત્યુ

રાજકોટ તા. ૨: હૃદય રોગના હુમલાથી વધુ બે મૃત્યુ થયા છે. જેમાં ભગવતીપરામાં રહેતાં મુળ બંગાળના છત્રીસ વર્ષના યુવાનનું સોની બજારમાં દુકાને ઢળી પડતાં અને નવલનગરમાં ત્રેપન વર્ષના મહિલાનું ઘરે બેભાન થઇ ગયા બાદ મૃત્યુ થયું હતું. બંનેને હાર્ટએટેક આવી ગયાનું ખુલ્યું હતું.
જાણવા મળ્યા મુજબ ભગવતીપરા સુખ સાગર સોસાયટીમાં રહેતો અનારૂલ અબ્દુલરહેમાન શેખ (ઉ.વ.૩૬) નામનો યુવાન સોની બજાર જુની ગધીવાડમાં પોતાની સોનાના દાગીનાને પોલીશ કામ કરવાની દુકાને હતો ત્યારે એકાએક બેભાન થઇ ઢળી પડતાં મૃત્યુ થયું હતું. બનાવની જાણ થતાં એ-ડિવીઝન પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તે મુળ બંગાળ કોલકત્તાનો વતની હતો. સંતાનમાં ત્રણ દિકરી છે. પોતે એક બહેનથી નાનો અને પરિવારનો આધારસ્તંભ હતો.
બીજાબ નાવમાં નવલનગર શેરી નં. ૨માં રહેતાં ચંદ્રીકાબેન યોગેશભાઇ લીંબાચીયા (ઉ.વ.૫૩) નામના મહિલા ઘરે બેભાન થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં માલવીયાનગર પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનારને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ ઇલેક્ટ્રીક કામ કરે છે. ચંદ્રીકાબેનને હાર્ટએટેક આવી ગયાનું સગાએ જણાવ્યું હતું.
વામ્બે આવાસમાં ઉધરસ ચડયા બાદ જીતુબેન વાઘેલાનું મૃત્યુ
અન્ય એક બનાવમાં કાલાવડ રોડ વામ્બે આવાસ ક્વાર્ટરમાં રહેતાં જીતુબેન દિનેશભાઇ વાઘેલા (ઉ.વ.૫૩)ને ગઇકાલે ઉધરસ ચડયા બાદ શ્વાસ લેવામાં તકલીફ થવા માંડતાં બેભાન જેવા થઇ જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ મૃત્યુ થતાં પરિવારમાં શોક છવાઇ ગયો હતો. બનાવ અંગે તાલુકા પોલીસે કાર્યવાહી કરી હતી. મૃત્યુ પામનાર જીતુબેનને સંતાનમાં એક દિકરો અને એક દિકરી છે. પતિ હયાત નથી. મોતનું કારણ જાણવા










