તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૭, મંગળવાર
News of Tuesday, 3rd November 2026
ક્ષત્રિય યુવક સંઘ સૌરાષ્ટ્ર કચ્છ સંભાગ હાલાર પ્રાંત જામકંડોરણા મંડળ દ્વારા યોજાઇ બાલશિબિર

રાજકોટઃ ક્ષત્રિય યુવક સંઘ સોૈરાષ્ટ્ર કચ્છ સંભાગ હાલાર પ્રાંત જામકંડોરણા દ્વારા બે દિવસીય બાલ શિબિરનું આયોજન કરાયેલ. શ્રી ક્ષત્રિય યુવક સંઘ છેલ્લા ૮૦ વર્ષથી સંસ્કાર નિર્માણ અને આદર્શ માનવ નિર્માણ શાખાઓના માધ્યમથી કાર્ય કરી રહેલ છે. રાષ્ટ્ર નિર્માણ અર્થે જામકંડોરણા વિસ્તારમાં છેલ્લા ૩૦ વર્ષથી પ્રયત્નો થઈ રહ્યા છે. જેમાં શાખા ,શિબીરો, પદયાત્રા, સંગઠન જ્યોત યાત્રાના માધ્યમથી કાર્ય કરી રહેલ છે. જેની ફળશ્રુતિ રૂપે તાલુકામાં સાતોદડ,મેઘાવડ, આંચવડ, ચરેલ, જામકંડોરણા સમાજ ભવન,શિશાન્ગ, કોટડા નાયાણી, રતનપર, રાજકોટ હરભમજી રાજ છાત્રાલય રાજકોટ ખાતે શાખાઓ ચાલી રહેલ છે.ત્રણ દિવસના પીટીસી સાત દિવસના આઇટીસી ૧૧ દિવસના ઓટીસીમાં સવારના પાંચ વાગ્યાથી રાતના ૧૦ વાગ્યા સુધી સામૂહિક કાર્ય પ્રણાલી મુજબ મનોવૈજ્ઞાનિક પદ્ધતિથી મેદાની રમતો, બૌદ્ધિક રમતો,બૌદ્ધિક પ્રવચનો દ્વારા ધર્મ ,ઇતિહાસ ,સંસ્કળતિના સંવર્ધન માટે કાર્યરત કરવામાં આવે છે. શિબિર દરમિયાન પહેલા દિવસે સ્વાગતથી પંચાવનની સંખ્યા રહી. વિદાય કાર્યક્રમમાં બેતાલીસની સંખ્યા ઉપસ્થિત રહેલ. બીજા દીવસે શિબિર દર્શન અને મુલાકાતે મહાનુભાવો અને સમાજનાં હિત ચિંતક આગેવાનો ઉપસ્થિત રહી યુવાનો અને બાળકો ને પ્રોત્સાહિત કરેલ. સમાજ ભવનના ટ્રસ્ટીઓ પૈકી પ્રમુખ દીગુભાભાઈ સાતોદડ, પૂર્વ પ્રમુખ તેજુભાભાઈ પીપરડી, સહમંત્રી અશોકસિંહજી વાઘેલા, યુવક મંડળ ના પ્રમુખ અને ભાગ્યોદય હાઈસ્કૂલ ના પ્રિન્સીપાલ વિરભદ્રસિંહજી મેઘાવડ, અનિરુદ્ધસિહજી કંડોરણા,લાલ બહાદુર હાઈસ્કૂલના પ્રિન્સીપાલ અને કર્તાહતૉ સમાહતૉ નટુભાઈ સાહેબ તથા જોષી અદા પ્રખર વિદ્વાન જ્ઞાતા,કથાકાર અને સમાજ પ્રમી બંને ભૂદેવો પધારેલ. સમાજ અગ્રણી ઘનુભાભાઈ સોડવદર, રણુભાબાપુ કાનાવડાળા, વનરાજસિંહજી આંચવડ, સયુભા આંચવડ, અમરસિંહજી વાવડી સાતોદડ, હરદેવસિંહજી કુભારડી ઉપસ્થિત રહેલા. પ્રથમ દિવસે સમાજ ભવનના પ્રમુખ, પૂર્વ પ્રમુખ, મંત્રી યુવરાજસિંજી વાવડી, સહમંત્રી અશોકસિંહ વાઘેલા, અશોકસિંહજી ચરેલ સરપંચ, અનિરુદ્ધ સિંહજી ચરેલ છાયા સદસ્ય તાલુકા પંચાયત જામકંડોરણા, સાતોદડ શાખા પ્રમુખ અનિરૂદ્ધસિહજી (અનુભાઈ), મેઘાવડ શાખા પ્રમુખ અનિરૂદ્ધસિંહજી (અનીભાઈ), ક્રિપાલસિંહજી પીપરડી મંત્રી શ્રી યુવક મંડળ વગેરે હાજરી આપેલ. શિબિર સંચાલન શિબિર પ્રમુખ ભગીરથસિહજી સાંઢખાખરા, કળષ્ણસિંહજી થડસર ભાવનગર, વનરાજસિંહજી ચુડી ભાવનગર, ઘનશ્યામસિંહજી તણસા, પુરણસિંહજી ઝારખંડ ભાવનગર, રણજીતસિંહજી થડસર ભાવનગર, જયદેવસિંહજી વાણીયા ગામ અને સમગ્ર ટીમ ભાવનગર શિબિર સંચાલનમાં સહયોગી રહેલ. શિબિરનો સમગ્ર ખર્ચ જામકંડોરણા તાલુકાના રાજપૂત સમાજના બહારગામ નોકરી કરતા ભાઈઓ તથા આર.કે. આંગડીયા અમદાવાદ એ ઉઠાવેલ તેમ શકિતસિંહ કોટડા નાયાણી ગોંડલની યાદીમાં જણાવાયું છે
(2:03 PM IST)










