તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 11th September 2026
કુવાડવામાં મંજુલાબેનને પુત્રવધુ અને પુત્રએ માર મારી અસ્ત્રાથી હાથ, ગળા, પેટના ભાગે છરકા કરી દીધા!
વાપરવા માટે પૈસા માંગતા ન આપતાં મારામારી કર્યાનો આક્ષેપઃ કુવાડવા પોલીસ દ્વારા તપાસ

રાજકોટ તા. ૧૧: કુવાડવામાં રહેતાં મહિલાને ઉપરના માળે જ રહેતી પુત્રવધૂ અને પુત્રએ પૈસા માટે મારકુટ કરી અષાા વડે બંને હાથ, ગળા નીચે, પેટ, પીઠ પાછળ અસંખ્ય છરકા કરી નાંખતા સારવાર માટે દાખલ થયા છે. ચારેક લાખ રૂપિયા વાપરવા માટે માંગતા આ મહિલાએ ન આપતાં તેના પર હુમલો કરાયાનો આક્ષેપ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
જાણવા મળ્યા મુજબ કુવાડવામાં રહેતાં મંજુલાબેન નાથાભાઇ લઢેર (ઉ.વ.૪૮)ને સાંજે ચારેક વાગ્યે ઘરમાં હતાં ત્યારે ઉપરના માળે જ રહેતાં પુત્રવધૂ પાયલબેન અને દિકરા નિતેશે આવી ઝઘડો કરી મારકુટ કરી હતી. તેમજ પુત્રવધૂએ અષાાથી હુમલો કરી મંજુલાબેનને બંને હાથ, પેટ, ગળાથી નીેચના ભાગે અને પીઠના ભાગે છરકાઓ કરી નાંખતાં તેમણે દેકારો મચાવી દીધો હતો. આ પછી પડોશીઓ ભેગા થઇ જતાં તેમને છોડાવ્યા હતાં.
મંજુલાબેને જણાવ્યુ઼ હતું કે મારે સંતાનમાં એક દિકરી અને ત્રણ દિકરા છે. મારા પતિ નાથાભાઇ સફાઇ કામ કરી ગુજરાન ચલાવે છે. મારો મોટો દિકરો નિતેશ તેની પત્નિ સાથે અમારા જ મકાનમાં ઉપરના ભાગે રહે છે. આ બંનેએ મારી પાસે ચારેક લાખ રૂપિયા વાપરવા માટે માંગ્યા હતાં. પરંતુ મેં પૈસા આપવાની ના પાડતાં હુમલો કરી અષાાથી છરકાઓ કરી ઇજા પહોંચાડી હતી. હોસ્પિટલ ચોકીના સ્ટાફે જાણ કરતાં કુવાડવા રોડ પોલીસે તપાસ હાથ ધરી છે.
(3:48 PM IST)










