તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
રાજકોટમાં એક લાખ વાહનચાલકોને મળશે મોટી રાહત :હોસ્પિટલ ચોકથી જામનગર હાઇવેને જોડતો સાંઢિયાપુલ ફોરલેન બનીને તૈયાર
રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજ શરૂ થતા સિવિલ હોસ્પિટલ અને એઇમ્સને જોડતો માર્ગ સરળ બનશે: 46 વર્ષ જુના અને સાંઢિયા પુલ તરીકે જાણીતા ટુ-લેન બ્રિજનું નવીનીકરણ કામ પૂર્ણ:આવતા દિવસોમાં મનપા નવા પદાધિકારીઓ બ્રિજને ખુલ્લો મુકશે. માર્ચ 2024માં ખાતમુહૂર્ત બાદ પુલ પરથી અવરજવર બંધ કરાઈ હતી

રાજકોટ : રાજકોટનો જૂનો અને જાણીતો સાંઢીયા પુલ તરીકે ઓળખાતો પુલનું નવીનીકરણ થઇ ચૂક્યું છે, આ મહત્વના એવા હોસ્પિટલ ચોકથી જામનગર હાઇવેને જોડતો સાંઢિયાપુલ હવે ફોરલેન બનીને તૈયાર થઇ ગયો છે, રૂપિયા 74 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનો આકાશી નજારો આવ્યો સામે છે ઓવર બ્રિજ શરૂ થતા સિવિલ હોસ્પિટલ અને એઇમ્સને જોડતો માર્ગ સરળ બનશે. 46 વર્ષ જુના અને સાંઢિયા પુલ તરીકે જાણીતા ટુ-લેન બ્રિજનું નવીનીકરણ કામ પૂર્ણ. આવતા દિવસોમાં મનપા નવા પદાધિકારીઓ બ્રિજને ખુલ્લો મુકશે. માર્ચ 2024માં ખાતમુહૂર્ત બાદ પુલ પરથી અવરજવર બંધ કરાઈ હતી.
(1:08 PM IST)










