<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

ફર્નિચર કામ ન ચાલતાં આર્થિક ભીંસથી કંટાળી લલીતભાઇ પીપળીયાનો આપઘાત

કોઠારીયા સિતારામ સોસાયટીના પ્રોૈઢે એસિડ પી લેતાં મોત

રાજકોટ તા. ૧૯: કોઠારીયા સોલવન્‍ટ પાસે સિતારામ સોસાયટીમાં રહેતાં પ્રોૈઢે એસિડ પી આપઘાત કરી લેતાં પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ છે. ફર્નિચર કામનો ધંધો ન ચાલતાં ટેન્‍શનમાં રહેતાં હોઇ આ પગલુ ભરી લીધાનું ખુલ્‍યું હતું. જાણવા મળ્‍યા મુજબ સિતારામ સોસાયટી શેરી નં. ૨માં રહેતાં લલીતભાઇ હરિભાઇ પીપળીયા (ઉ.વ.૫૫) નામના પ્રોૈઢે ઘરે એસિડ પી લેતાં સારવાર માટે સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરાયા હતાં. પરંતુ સારવાર દરીમયાન મૃત્‍યુ થતાં હોસ્‍પિટલ ચોકીના સ્‍ટાફે આજીડેમ પોલીસને જાણ કરી હતી. આપઘાત કરનારા લલીતભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં વચેટ હતાં. પોતે ફર્નિચર કામ કરી ગુજરાન ચલાવતાં હતાં. પરંતુ કામધંધો બરાબર ચાલતો ન હોઇ આને કારણે સતત ટેન્‍શમાં રહેતાં હતા. આર્થિક ભીંસ પણ ઉભી થઇ હોઇ કંટાળીને આ પગલુ ભરી લીધુ હતું. બનાવને પગલે પીપળીયા-સુથાર પરિવારમાં ગમગીની વ્‍યાપી ગઇ હતી. 

(3:45 PM IST)