તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Thursday, 1st October 2026
રાજકોટ શહેર-જીલ્લાના ૧૮ સબ રજીસ્ટ્રાર ઝોનમાં જમીન-મકાન
ફલેટના ખરીદ વેચાણમાં જબરો ઘટાડોઃ સરકારને ૮ કરોડનું ગાબડૂ ઓગસ્ટની સરખામણીમાં સપ્ટેમ્બરમાં ૧૯૦૦ દસ્તાવેજ ઓછા નોંધાયાઃ તંત્રને ૭૪ કરોડ ૪૧ લાખની આવક

રાજકોટ તા. ૧: વરસાદ ઓછો પડયો અને મોંઘવારી ફાટી નીકળતા ગયા સપ્ટેમ્બરમાં રાજકોટ શહેર-જીલ્લાના ૧૮ સબ રજીસ્ટ્રાર ઝોનમાં જમીન-મકાન-ફલેટના ખરીદ-વેચાણમાં તીવ્ર મંદી જોવા મળી છે, ઓગષ્ટ મહિનામાં તેજીનું વાવાઝોડું હતું તેમાં સપ્ટેમ્બરમાં ૧૯૦૦ જેટલા દસ્તાવેજ ઓછા નોંધાયાનું સબ રજીસ્ટ્રાર કચેરીના અધીકારી સુત્રોએ ઉમેર્યું હતું.
આ વખતે સૌથી વધુ દસ્તાવેજ મોરબી રોડ ક્ષેત્રમાં-૧૮૩૬, તો સૌથી ઓછા જામકંડોરણામાં-૮૭ દસ્તાવેજ નોંધાયા છે.
સરકારને આવકમાં ૮ કરોડનું ગાબડૂ પડયું છે. કુલ ૧રપર૪ દસ્તાવેજ નોંધાયા તેમાં ફીની ૧૧ કરોડ અને ઉપયોગમાં લેવાયેલ સ્ટેમ્પ ડયુટીની ૬૩ કરોડ ૪૦ લાખ મળી કુલ ૭૪ કરોડ ૪૧ લાખની આવક નોંધાઇ છે.
સપ્ટેમ્બરમાં ગોંડલ-૧૦૬૭, રાજકોટ-૧-૭પ૯, કોટડા-૪૭ર, લોધીકા-૯૦પ, રાજકોટ-૪-રૈયા-૮૧૩, વિંછીયા-૮૯, મોટામવા-૭૮ર, મવડી-૧૦૭૯, કોઠારીયા-૮૮૦, પડધરી-ર૧૧, રાજકોટ રૂરલ-૯૦૬, રતનપર-૯૧૩, જેતપુર-૬૩૮, ઉપલેટા-૪૩૬, ધોરાજી-ર૮૦, જસદણ-ર૭૧ની નોંધણી થઇ છે, તમામ સબ રજીસ્ટ્રાર કચેરીમાં દસ્તાવેજો ઓછા નોંધાયાનું જાહેર થયું છે.
(3:08 PM IST)










