<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th July 2026

આગામી ૧૮મીએ કલેકટરના અધ્‍યક્ષપદે લેન્‍ડ ગ્રેબિંગ કમિટી મળશેઃ ૩૦ કેસો મુકાયા

૧૦ અરજદારોને રૂબરૂ બોલાવાયાઃ તમામ અધિકારીઓને હાજર રહેવા સૂચના..

રાજકોટ, તા.૯: કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને લેન્‍ડ ગ્રેબિંગ સમિતિની બેઠક હવે પછી ૧૮ જુલાઈના રોજ મળશે. આ બેઠકમાં સમિતિ દ્વારા કુલ ૩૦ જેટલા કેસો પર ગહન ચર્ચા કરવામા આવશે અને દસ લોકોને રૂબરૂ બોલાવવામાં આવ્‍યા છે.

અરજદારોને તેમની રજૂઆત કરવાનો અને પુરાવા રજૂ કરવાનો મોકો મળશે, જેના આધારે સમિતિ તટસ્‍થ મૂલ્‍યાંકન કરી શકશે. જિલ્લા કલેક્‍ટર દ્વારા તમામ સંબંધિત અધિકારીઓને બેઠકમાં હાજર રહેવા સૂચના આપવામાં આવી છે.

(3:54 PM IST)