<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 16th October 2026

લંકેશને નોકરીમાંથી હાંકી કઢાતાં અપમાનનો બદલો લેવા પ્‍લાન ઘડી હત્‍યા-લૂંટ કરી'તી : યુપીના ૧૦ ઝડપાયા

તન્‍વી એક્ષપોર્ટના કર્મચારી લાલજીભાઇ સરધારાની હત્‍યા કરી લૂંટની ઘટનાને અંજામ આપવા પાંચ મહિના પહેલા કાવત્રુ ઘડાયું હતું: હાલમાં પણ પેઢીમાં નોકરી કરતાં શૈલેષસિંગે પળેપળની માહિતી લંકેશ ઉર્ફે અશ્વીનીકુમારને આપી હતીઃ રાજકોટ ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી ઝોન-૧ની ૧૫ ટીમોએ બે રાજ્‍યો, ચાર જીલ્લાની પોલીસનો સાથ લઇ ભેદ ઉકેલ્‍યો : તન્‍વી ગોલ્‍ડના પુર્વ કર્મી યુપીના લંકેશ ઉર્ફે અશ્વિનીકુમાર, હાલના કર્મી શૈલેષ ખરવાર તેમજ તેના સાથીદારોને રાજસ્‍થાન-સામખીયાળી પાસેથી ઝડપી લેવાયોઃ લૂંટમાં ગયેલો તમામ મુદ્દામાલ કબ્‍જેઃ બે કાર, આઠ મોબાઇલ પણ જપ્‍તઃ જેસીપી ચૈતન્‍ય માંડલિકે વિગતો જણાવી : લંકેશે પહેલા જ નક્કી કર્યુ હતું કે કોઇ પ્‍લાનમાં આડે આવે તો મારી નાંખવાનોઃ કર્મચારી લાલજીભાઇ સરધારાએ પ્રતિકાર કરતાં અનુરાગસિંગે ત્રણ ગોળી ધરબી દીધી હતીઃ બે હથીયાર સાથે હતાં

મર્ડર-લૂંટનું ડીટેકશન થતાં માહિતી આપી રહેલા જાઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિક, સાથે ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ, ઍસીપી ક્રાઇમ ભરત બી. બસીયા, ક્રાઇમ બ્રાંચ પીઆઇ ઍ. ઍસ. ચાવડા સાથે ડીસીબીના પીઍસઆઇ અને ઝડપાયેલા યુપીની ગેîગના ૧૦ શખસો જાઇ શકાય છે (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧૬: આજી જીઆઇડીસીમાં તન્‍વી એક્ષપોર્ટ નામની સોના-ચાંદીના ઘરેણા બનાવતી પેઢીના કર્મચારી લાલજીભાઇ લવજીભાઇ સરધારા (ઉ.વ.૫૩)ની પેઢી બહાર જ રીફાનરી નજીક ત્રણ રાઉન્‍ડ ફાયરીંગ કરી હત્‍યા નીપજાવી રૂા. ૧,૫૩,૨૦,૦૦૦ની લૂંટ ચલાવવાની સનસનાટીભરી ઘટનામાં નવ કલાકમાં જ  રાજકોટ શહેર ક્રાઇમ બ્રાંચ, એસઓજી, એલસીબી ઝોન-૧ની ટીમે ભેદ ઉકેલી  સુત્રધાર એવા તન્‍વી ગોલ્‍ડ પેઢીના પુર્વ કર્મચારી યુપીના શખ્‍સ, હાલના કર્મચારી સહિત યુપીના ૧૦ શખ્‍સોને ઝડપી લઇ લૂંટાયેલો તમામ સોના-ચાંદીનો મુદ્દામાલ કબ્‍જે કર્યો છે. સુત્રધાર લંકેશ ઉર્ફે અશ્વિનીકુમાર આ પેઢીમાં જ નોકરી કરતો હતો. પાંચ મહિના પહેલા તેને નોકરીમાંથી હાંકી કઢાયો હોઇ અપમાનનો બદલો લેવા તેણે અહિ લૂંટ કરવાનો પ્‍લાન પાંચ મહિના પહેલા જ ઘડી લીધો હતો. જેમાં યુપીના અને હાલમાં પણ પેઢીમાં નોકરી કરતાં શખ્‍સ શૈલેષની મદદ લઇ બીજા યુપીના ૮ શખ્‍સોને સામેલ કરી આ ઘટનાને અંજામ આપ્‍યાનું ખુલ્‍યું છે.

હત્‍યા લૂંટની આ ઘટનામાં થોરાળા પોલીસ સ્‍ટશેનમાં ગુનો દાખલ થયો હતો. પોલીસે આ ગુનામાં ૧૦ આરોપીઓ  (૧) અશ્વિનીકુમાર ઉર્ફે લંકેશ મનોજસીંગ રાજપૂત (ઉ.વ.૨૭, ધંધા-ખેતી/મજુરી, રહે. કમ્‍હરીયા ગામ,  થાણા કન્‍દવા, જિ. ચન્‍દૌલી, ઉત્તરપ્રદેશ) તથા તેના સાગ્રીતો યુપીના (૨) અનુરાગસીંગઓમપ્રકાશસીંગ રાજપૂત (ઉ.વ.૨૧, ધંધો-રેપિડો ડિલિવરી બોય, રહે. મીર્જાપુર ગામ, તા. સૈજપુર, જિ. ગાજીપુર, થાણા બહરીયાબાદ), (૩)  વિશાલસીંગ વિનોદસીંગ રાજપૂત (ઉ.વ.૨૩-: અભ્‍યાસ,: બીખેપુર ગામ, પોસ્‍ટ ધરીકલા, તા. સૈદપુર, જિ. ગાજીપુર, થાણા સાદિયાબાદ), (૪) શિવમ્‌ ગીરીશચંદ્ર ગુપ્તા  (ઉ.વ.૧૯-રેપિડો ડિલિવરી બોય, રહે. મખદુમપુર ગામ, થાણા સાદાત, તા. સૈદપુર, જિ. ગાજીપુર), (૫)  વેદાંતકાંત ઉર્ફે અમન રમાકાંત પાંડે (ઉ.વ.૨૮-ધંધો ટ્રાન્‍સપોર્ટ, રહે. ઓઇની ચૌબેગામ, પોસ્‍ટ ઓઇની મિશ્ર, રાવર્ટઝગંજ, જિ. સોનભદ્ર), (૬) પવનકુમાર  શિવપ્રસાદ ચૌબે (ઉ.વ.૩૯, ધંધો- ડ્રાઇવિંગ, રહે.  ઘુવાસ મહોલ્લા, રોબર્ટ્‍સગંજ, વોર્ડ નં. ૧૬, જી. સોનભદ્ર), (૭)  અરવિંદ ઉર્ફે નીરજે હરીશંકર તિવારી (ઉ.વ.૩૫, ધંધો-ટ્રાન્‍સપોર્ટ રહે.  વિશુનપુરા ગામ, પોસ્‍ટ કરમા, થાણા રાજગઢ, જિ. મિર્ઝાપુર), (૮)  શૈલેષકુમાર કર્મવીરભાઈ ખરવાર (ઉ.વ.૨૧- ટીપ આપનાર તન્‍વી એક્ષપોર્ટ પેઢીનો હાલનો કર્મચારી, રહે.  વતન કમ્‍હરીયા ગામ, તા. ચંદૌલી, થાણા કન્‍દવા, જિ. ચન્‍દૌલી તેમજ હાલ રાજકોટમાં મોચીબજાર, મટન-મચ્‍છી બજારની બાજુમાં, જયદીપ સાઇકલની બાજુમાં, રિધ્‍ધી ચૌહાણના મકાનમાં ભાડેથી) અને (૯) અજીતકુમાર  રામશપથ પાંડે ( ઉ.વ.૨૪-રહે. ડેડવાલિયા ગામ, તા. સકલદિહા, થાણા ધાનાપુર, જિલ્લો ચંદૌલી) તેમજ (૧૦)  શિવમ  અશોક પાંડે  (ઉ.વ.૨૬-રહે. ડેડવાલીયા ગામ, તહસીલ સકલદિહા, પોલીસ સ્‍ટેશન ધાનાપુર, જિલ્લો ચંદૌલી, ઉત્તર પ્રદેશ)ની ધરપકડ કરી છે.

 આ આરોપીઓ પાસેથી પોલીસે લૂંટમાં ગયેલા સોનાના રીફાઇન ઢાળીયા ૯૪૬ ગ્રામ રૂા. ૧,૪૮,૯૦,૦૦૦ના તેમજ રીફાઇના ચાંદીનો ડસ્‍ટ પાવડર આશરે ૨ કિલો રૂા. ૪,૩૦,૦૦૦ કબ્‍જે કર્યા છે. આ ઉપરાંત ટીગોર કાર ૧ લાખની, કીયા કાર ૩ લાખની અને રૂા. ૪૫૫૦૦ના ૮ મોબાઇલ ફોન કબ્‍જે કર્યા છે.

ડીટેક્‍શનની માહિતી આપતાં જેસીપી (જોઇન્‍ટ પોલીસ કમિશનર) ચૈતન્‍ય માંડલિકે જણાવ્‍યું હતું કે તા. ૧૪/૧૦ના સાંજે આઠેક વાગ્‍યાના અરસામાં થોરાળા પોલીસ સ્‍ટેશન હેઠળના આજી જી.આઇ.ડી.સી. મેઇન રોડ પર, બાવીશી વે-બ્રિજ સામે આવેલા તન્‍વી એક્ષપોર્ટ ઇન્‍ડિયા લિમિટેડ નામના કારખાનાની રિફાઇનરી ખાતે આ બનાવ બન્‍યો હતો. પેઢીના મેનેજર લાલજીભાઇ લવજીભાઇ સરધારા (રહે. રાજકોટ) કારખાનામાંથી શુધ્‍ધ કરેલું સોનું અને ચાંદી થેલામાં ભરીને નજીકમાં આવેલા શો-રૂમ ખાતે જવા માટે પોતાના એક્‍ટિવા મોટરસાયકલ પર બેસવા જતા હતા. તે સમયે થેલામાં રિફાઇન સોનાના ઢાળિયાઃ વજન આશરે ૯૪૬ ગ્રામ કિંમત રૂ. ૧,૪૮,૯૦,૦૦૦ તથા રિફાઇન ચાંદીનો ડસ્‍ટ પાવડર વજન આશરે ૨ કિલો કિંમત રૂ. ૪,૩૦,૦૦૦ મળી કુલ  રૂ. ૧,૫૩,૨૦,૦૦નુ સોનુ-ચાંદી હતાં.

આ દરમિયાન મરૂન કલરની ટાટા ટિગોર કારમાં ચાર અજાણ્‍યા શખ્‍સો આવ્‍યા હતા. તેમાંથી બે આરોપીઓ નીચે ઉતરી લાલજીભાઇ પાસેથી સોના-ચાંદી ભરેલો થેલો છીનવવાનો પ્રયાસ કર્યો હતો. લાલજીભાઇ તથા ત્‍યાં હજાર સિકયુરિટી ગાર્ડ બાવનજી બાબુજી પઢીયારે પ્રતિકાર કરતાં એક આરોપીએ લાલજીભાઇ સરધારા પર પિસ્‍તોલમાંથી ત્રણ રાઉન્‍ડ ફાયરિંગ કરી દેતાં તેમને સારવારમાં ખસેડાયલ પણ મોત થયું હતું. બીજી તરફ  લૂટારાઓ થેલો લઈને ફરાર થઈ ગયા હતા.

બનાવની ગંભીરતાને ધ્‍યાને લઈ ઉચ્‍ચ પોલીસ અધિકારીઓ સહિત ક્રાઇમ બ્રાન્‍ચ, એસઓજી, એલસીબી ઝોન-૧ અને સ્‍થાનિક પોલીસની ટીમોએ તાત્‍કાલિક ઘટનાસ્‍થળની મુલાકાત લીધી હતી. ઘટનાસ્‍થળ તથા આસપાસના સીસીટીવી કેમેરા ચકાસતાં લૂંટમાં વપરાયેલી મરૂન કલરની ટાટા ટિગોર કાર શંકાસ્‍પદ જણાતાં ટેકનિકલ સર્વેલન્‍સ હાથ ધરાયું હતું.

ગાડી અન્‍ય રાજ્‍યની હોવાનું ખુલતાં રાજસ્‍થાનના સરહદી જિલ્લાઓની પોલીસ સાથે આંતરરાજ્‍ય સંકલન સાધી મેસેજ વહેતા કરાયા હતા. રાજસ્‍થાનના સિરોહી જિલ્લાના પિંડવાળા પોલીસ સ્‍ટેશનની ટીમે જનાપુર સર્કલ પાસેથી ટાટા ટિગોર ગાડી સાથે ૪ શખ્‍સને પકડી લેવાયા હતાં. આ પછી પકડાયેલા આરોપીઓની વિડિયો કોલથી સઘન પૂછપરછ કરતાં લૂંટનો મુદ્દામાલ અન્‍ય બે આરોપીઓ કિયા સોનેટ કારમાં લઈને ભાગ્‍યા હોવાની વિગત ખૂલી હતી. આથી ઉદયપુર કંટ્રોલ રૂમ મારફતે બડગાંવ પોલીસ સ્‍ટેશનનો સંપર્ક કરી બડગાંવ (જિ. ઉદયપુર, રાજસ્‍થાન) ખાતેથી કિયા સોનેટ કાર તથા મુદ્દામાલ ઝડપી લેવાયો હતો.

આગળની તપાસમાં ગુનામાં સામેલ અન્‍ય આરોપીઓને કચ્‍છના સામખીયાળી ખાતેથી તથા આ સમગ્ર લૂંટની ટીપ આપનાર મુખ્‍ય સાગરીતને રાજકોટ ખાતેથી પકડી પાડી કુલ ૧૦ આરોપીઓને  દબોચી લેવાયા હતાં. જેસીપી ચૈતન્‍ય માંડલિકે વધુ માહિતી આપતાં જણાવ્‍યું હતું કે આ લૂંટ-મર્ડરની ઘટનામાં મુખ્‍ય સુત્રધાર લંકેશ ઉર્ફે અશ્વિનીકુમાર છે. તે અગાઉ તન્‍વી એક્ષપોર્ટમાં નોકરી કરતો હતો. તેની સાથે યુપીની શૈલેષ ખરવાર પણ નોકરી કરે છે. લંકશેને કોઇપણ કારણોસર પાંચ મહિના પહેલા નોકરીમાંથી કાઢી મુકવામાં આવતાં તેને પોતાનું અપમાન થયાનું લાગ્‍યું હતું. અહિ પેઢીમાં મોટા પ્રમાણમાં સોના-ચાંદીનો રોજ વેપાર થતો હોઇ તેનાથી તે વાકેફ હોઇ અપમાનનો બદલો લેવા તેણે અહિ જ લૂંટ કરવાનો પ્‍લાન ઘડયો હતો.

આ પ્‍લાનમાં તેણે સોૈપ્રથમ પેઢીમાં નોકરી કરતાં યુપીના શૈલેષ ખરવારને સામેલ કર્યો હતો. તેને લૂંટમાં બરાબરનો હિસ્‍સો આપવાની લાલચ દીધી હતી. આ પછી લંકેશે યુપીના અનુરાગસિંગ, વિશાલસિંગને મદદમાં લીધા હતાં. આ બંને મારફત બીજા છને પણ ગેંગમાં સામેલ કર્યા હતાં. પેઢીમાં નોકરી કરતાં કરતાં શૈલેષ તમામ ગતિવિધીની વિગતો લંકેશને આપતો હતો. લૂંટ માટે હથીયાર, બે કારની વ્‍યવસ્‍થા ઉભી કરાયા બાદ પ્‍લાનને અંજામ આપવા ૧૩મીએ લંકેશ સહિતના ચાર ટીઆગો કાર મારફત રાજકોટ ઘટના સ્‍થળે પહોંચ્‍યા હતાં. બીજી એક કીયા કારમાં  પાંચ જણા ચોટીલા પાસે ઉભા હતાં.

પ્‍લાન મુજબ લંકેશ સહિતના કાર સાથે તન્‍વી પેઢી પાસે આવી ગયા હતાં. બનાવની સાંજે લાલજીભાઇ સરધારા સોનુ-ચાંદી લઇને નીકળતાં જ વોચ રાખી રહેલા શૈલેષે તુરત જ લંકશેને જાણ કરી દીધી હતી. એ સાથે જ લંકેશ, અનુરાગસિં સહિતના એક્‍ટીવા પાસે ધસી ગયા હતાં અને થેલો ખેંચી લીધો હતો. જેમાં લાલજીભાઇએ પ્રતિકાર કરતાં  અનુરાગસિંગે ત્રણ ગોળીઓ ધરબી દીધી હતી. બાદમાં બધા લૂંટ કરી ભાગ્‍યા હતાં. ટીયાગો કારમાં ચોટીલા પહોંચ્‍યા પછી આ કારમાંથી મુદ્દામાલ સાથે એક શખ્‍સ ઉતરીને કીયા કારમાં બેસી ગયો હતો. પછી અહિથી બધા આરોપી અલગ અલગ ભાગ્‍યા હતાં. છેલ્લે રાજસ્‍થાન ભેગા થવાનું નક્કી કરાયું હતું.

પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાની સીધી દેખરેખ હેઠળ ૧૫ ટીમોએ પાટણ, બનાસકાંઠા સહિત ચાર જીલ્લાની પોલીસ અને રાજસ્‍થાન રાજ્‍યની પોલીસની મદદ લીધી હતી અને આરોપીઓને નવ કલાકમાં ઝડપી લીધા હતાં. શરૂઆતમાં જે કાર કેમેરામાં દેખાઇ હતી તેના નંબર કારની કંપની સ્‍પષ્‍ટ  સોફટવેર તેમજ એઆઇની મદદ લેવાઇ હતી. જેમાં કારનો રંગ, કંપની સહિતની વિગતો મળતાં ટ્રેક કર્યુ હતું. છ આરોપીઓને રાજસ્‍થાન-ઉદયપુરથી, ત્રણને મોરબીના સામખીયાળી પાસેથી અને એકને રાજકોટથી પકડી લેવાયો હતો.

આ લૂંટમાં મુખ્‍ય ચાર સુત્રધારો પોતાની પાસે ૭૦ ટકા માલ રાખવાના હતાં અને બાકીના ૩૦ ટકામાં બીજા છને ભાગ આપવાનો હતો. સુત્રધાર લંકેશે પ્‍લાન ઘડયો ત્‍યારે જ નક્કી કરી લીધુ હતું કે જો આ પ્‍લાન આડે કોઇ આવે તો તેને પતાવી દેવો. એ મુજબ જ કર્ર્મચારી લાલજીભાઇ સરધારાએ પ્રતિકાર કરતાં તેમને અનુરાગસિંગે ત્રણ ગોળીઓ ધરબી દીધી હતી. આરોપીઓ પાસે અન્‍ય એક હથીયાર પણ હતું. જે તેણે ક્‍યાંક ફેંકી દીધાનું કહેતાં હોઇ તપાસ થઇ રહી છે.

આ  કામગીરી ગુજરાત રાજ્‍યના પોલીસ વડા જ્ઞાનેન્‍દ્રસિંહ મલિક, રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડિશનલ પોલીસ કમિશનર ચૈતન્‍ય મંડલીક, ડીસીપી ક્રાઇમ જગદીશ બંગરવા, ડીસીપી ઝોન-૧ હેતલ પટેલ તથા એસીપી ક્રાઇમ બી.બી.બસીયાના માર્ગદર્શન હેઠળ ડીસીબી પોલીસ સ્‍ટેશનના પીઆઇ એ.એસ.ચાવડા, એમ.એલ.ડામોર, સી.એચ.જાદવ, એસઓજી પીઆઇ એન.બી.ચૌધરી, થોરાળા પોલીસ સ્‍ટેશનના પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર એસ.પી.સોંઢા, ડીસીબીના પીએસઆઇ એ. એન. પરમાર, એસ. એમ. રાણા, વી. ડી. ડોડિયા, વી. ડી. રાવલીયા, ડી. પી. ઝાલા, સી. બી. જાડેજા, એલસીબી ઝોન-૧ પીએસઆઇ એમ.કે.મોવલીયા તથા એલસીબીની સમગ્ર ટીમોના કર્મચારીઓએ કરી હતી. (૧૪.૧૦)

૧૦માંથી ૪ આરોપી ધરાવે છે ગુનાહિત ઇતિહાસઃ જેમાં તન્‍વી પેઢીનો કર્મી શૈલેષ અને સુત્રધાર લંકેશ પણ સામેલ

ઞ્જમર્ડ-લૂંટની ઘટનામાં સામેલ ૧૦માંથી ૪ આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેમાં પેઢીનો કર્મી શૈલેષ ખરવાર હરિયાણામાં એક ગુનામાં,  અજીત પાંડે યુપીમાં ૨૦૨૫માં હત્‍યાની કોશિષના ગુનામાં, સુત્રધાર લંકેશ ઉર્ફે અશ્વિનીનીકુમાર પણ હત્‍યાની કોશિષના અને મારામારીના બે ગુનામાં સામેલ છે. આ ઉપરાંત ફાયરીંગ કરના અનુરાગસિંહ વિરૂધ્‍ધ પણ યુપીમાં સાપરાધ મનુષ્‍યવધનો ગુનો અગાઉ નોંધાયો હતો.

૧૦થી ૧૫ ટીમોએ સાથે મળી કામ કર્યુઃ લૂંટારાઓની કાર ૧૨૦ની સ્‍પીડે ભાગતી હતી

ઞ્જ જેસીપી ચૈતન્‍ય માંડલિકે કહ્યું કે આરોપીઓ ઘટનાને અંજામ આપી કારને ૧૨૦ની સ્‍પીડથી ભગાવી રહ્યા હતાં. પોલીસની ટીમો તેનાથી વધુ સ્‍પીડથી તેનો પીછો કરી રહી હતી. કુલ ૧૫ જેટલી ટીમોએ સાથે મળીને આ ડીટેકશન કર્યુ છે.

કિંમતી માલસામાની હેરાફેરી ટુવ્હીલરમાં નહિ કારમાં કરોઃ ત્રણથી ચાર લોકો સાથે રહોઃ સશક્ત સિક્યુરીટી રાખોઃ જેસીપી ચેતન્ય માંડલિક

‡મર્ડર લૂંટની આ ઘટનાના ડિટેક્શનની માહિતી આપતી વખતે જાઇન્ટ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલિકે કહ્નાં હતું કે વેપારીઅોઍ આ રીતે લાખોના માલસામાનની હેરફેર વખતે ટુવ્હીલર જેવા વાહનોને બદલે કારનો ઉપયોગ કરવો જાઇઍ. ઍકાદ વ્યક્તિ નહિ ત્રણ-ચાર વ્યક્તિઍ સાથે રહેવું જાઇઍ અને સિક્યુરીટી ગાર્ડ સશક્ત રાખવા જાઇઍ. આ કિસ્સામાં જ્યારે લૂટારૂ ત્રાટક્યા ત્યારે સિક્યુરીટી ગાર્ડ ભાગતાં હોય તેવા દ્રશ્યો જાવા મળ્યા હતાં.

લૂંટેલા સોનાના ઢાળીયા બૂટના તળીયામાં, કારના અલગ અલગ કવરોમાં છુપાવ્યા હતા

હત્યા લૂંટ બાદ રાજકોટથી ટીગોર કારમાં ભાગેલા ચાર આરોપીઅોઍ ચોટીલા પહોચી ત્યાં કીયા કાર સાથે ઉભેલા બીજા સાગ્રીતોનો સંપર્ક કર્યો હતો. બાદમાં લૂંટેલા માલ સાથે ઍક આરોપી કીયા કારમાં બેસી ગયો હતો. અહિથી બંને કાર અલગ અલગ ભાગી હતી. લૂંટેલા સોનાના ઢાળીયા બૂટના તળીયામાં, કારના અલગ અલગ કવરોમાં છુપાવી દીધા હતાં. જા કે બંને કાર સાથે લૂંટારા રાજસ્થાનમાં અલગ અલગ સ્થળેથી રાજકોટ પોલીસના સતત સંકલનને કારણે ઝડપાઇ ગયા હતાં.

સલામતિ માટે હવે બીટ વાઇઝ ચેકીંગ થશેઃ ઇ-બીટ શરૂ થશે

‡ જેસીપી ચૈતન્ય માંડલિકે જણાવ્યું હતું કે લોકોના જાનમાલની સલામતિ માટે હવે શહેર પોલીસ દ્વારા અલગ અલગ બીટ વાઇઝ વિસ્તાર વહેંચીને ચેકીંગ કરવામાં આવશે. જેમાં ઍક હેડકોન્સ્ટેબલ, ઍક કોન્સ્ટેબલ, ઍક હોમગાર્ડ સામેલ રહેશે. તેમજ ઍક ચોકીમાં ચાર-પાંચ બીટ રાખી બીટવાઇઝ નીયમીત પેટ્રોલીંગ કરવામાં આવશે. આ ઉપરાંત આગામી સમયમાં ઇ-બીટ શરૂ કરાશે. જેમાં ચેકીંગથી માંડી તમામ માહિતી રેકોર્ડ થઇ શકશે.

(3:02 PM IST)