<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 16th April 2026

લતાજી અને નારાયણ સ્‍વામી મારા પ્રેરણાસ્ત્રોત : જયોત્‍સનાબેન રાયચુરા

રાજકોટના ગાયીકાની ઉંચી ઉડાન : રાજભવન ખાતે આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે શીલ્‍ડ આપી સન્‍માન : ગાયકીમાં માસ્‍ટર સુધીનો અભ્‍યાસ કર્યો છે : હાલરડા સ્‍પર્ધા અને સુપર સીંગર સ્‍પર્ધામાં પ્રથમ આવેલ : ૨૦ વર્ષથી લાઇવ પ્રોગ્રામો કરે છે : ગુજરાતી ફિલ્‍મોમાં પ્‍લેબેક સીંગરની સેવા આપી ચુકયા છે : અનેક આલ્‍બમો બજારમાં

‘અકિલા' ખાતે ગાયન ક્ષેત્રની સિધ્‍ધિઓ વર્ણવતા જયોત્‍સનાબેન રાયચુરા તેમના પતિ નિરવભાઇ રાયચુરા અને પુત્ર ધ્‍વનીલ રાયચુરા સાથે નજરે પડે છે. (તસ્‍વીર : સંદીપ બગથરીયા) 

રાજકોટ તા. ૧૬ : ગાયકી ક્ષેત્રે કારકીર્દી બનાવનાર રાજકોટના જયોત્‍સનાબેન નિરવભાઇ રાયચુરાને હાલમાં જ ગાંધીનગર રાજભવન ખાતે ડો. ભીમરાવ આંબેડકરજી જન્‍મોત્‍સવના ઉપલક્ષ્યમાં યોજાયેલ સમરસતા મહોત્‍સવ દરમિયાન રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે શીલ્‍ડ આપી સન્‍માન કરાયુ હતુ.

‘અકિલા' ખાતે આ ખુશીની પળોને શેર કરતા જયોત્‍સનાબેને જણાવ્‍યુ હતુ કે આમ તો હું ગાયકી ક્ષેત્રે ૨૦ વર્ષથી કામ કરૂ છુ. ત્‍યારે મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલ અને નાયબ મુખ્‍યમંત્રીશ્રી હર્ષભાઇ સંઘવીની ઉપસ્‍થિતિમાં રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્‍તે મને શીલ્‍ડ આપી સન્‍માનીત કરવામાં આવેલ તે મારા માટે અતિ ખુશીની વાત છે.

આ તકે જયોત્‍સનાબેને જણાવેલ કે હું પ્રાથમિક શાળામાં ભણતી ત્‍યારે પ્રાર્થના ખંડમાં ગીતો રજુ કરીને ગાયન ક્ષેત્રે પ્રવેશ કર્યો હતો. પ્રાથમિક શિક્ષણ સત્‍યપ્રકાશ શાળામાં અને હાઇસ્‍કુલ સુધીનું શિક્ષણ રમેશભાઇ છાયા હાઇસ્‍કુલમાં લીધેલ. બાજમાં અર્જુનલાલ હીરાણી કોલેજમાં પ્રવેશ મેળવી ગાયનમાં માસ્‍ટર ડીગ્રી સુધીનું શિક્ષણ મેળવેલ છે.

કોલેજ કાળના યુથફેસ્‍ટીવલમાં પણ અજમાયસ કરેલ અને લોકગીત-ભજન-સુગમ સંગીતમાં પરફોર્મ કરી સુગમમાં સેકન્‍ડ અને ફોકમાં ફસ્‍ટ નંબર મેળવ્‍યો હતો.

મારા પિતાશ્રી કાનાભાઇ ગોહેલ એસ.આર.પી.માં ફરજ બજાવતા હોય એસ.આર.પી.ના કાર્યક્રમોમાં પણ મને દેશભક્‍તિ ગીતો ગાવાની તક મળતી. એ રીતે મારૂ ગળુ ઉઘડતુ ગયુ અને ધીરે ધીરે ગાયનમાં નામના મળવા લાગી.

થોડા વર્ષ પહેલા બીગ એફએમ ૯૨.૭ દ્વારા સુપર સીંગર સ્‍પર્ધા થયેલ તેમા મારો ફસ્‍ટ નંબર આવેલ. એજ રીતે ૨૦૧૫માં ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી  અને સાંઇ લક્ષ્મી ફાઉન્‍ડેશન યોજીત હાલરડા સ્‍પર્ધામાં પણ પ્રથમ નંબર મેળવેલ. મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઇ પટેલના બીજી વખતના સપથ સમારોહના કાર્યક્રમમાં ૨૦૨૨માં પણ પરફોર્મ કરવાની તક મળી હતી.

મારા આ ગાવાના શોખે જ મારા વિદેશ પ્રવાસના સ્‍વપ્‍ન પુર્ણ કરાવ્‍યા. આફ્રીકા અને દુબઇ જેવા દેશોમાં નવરાત્રી કાર્યક્રમો મે આપેલ છે. તેમ જયોત્‍સનાબેને જણાવ્‍યુ હતુ.

જયોત્‍સનાબેન ગુજરાતિ ફિલ્‍મો ‘જીવન આખ્‍યાન' અને ‘રોકટોક'માં પણ પ્‍લેબેક સીંગર તરીકે સેવા આપી ચુકયા છે અને અનેક આલ્‍બમો તેમના બજારોમાં આવી ચુકયા છે. તેઓ કહે છે લતાજી અને નારાયણ સ્‍વામી મારા પ્રેરણાસ્ત્રોત છે. લતાજીના ગીતો મને ખુબ ગમે અને નારાયણ સ્‍વામીના ભજનો અતિ પ્રિય છે.

ઉલ્લેખનીય છે કે જયોત્‍સનાબેન (મો.૯૯૨૪૫ ૯૫૦૫૭)ના પતિ શ્રી નિરવભાઇ રાયચુરા (મો.૯૭૨૩૪ ૪૬૩૩૩) પણ ખુબ સારા સીંગર છે. ગાવાના શોખના કારણે જ તેઓ નજીક આવ્‍યા અને લગ્નના બંધને બંધાયા હતા.  નિરવભાઇ પણ લાઇવ સ્‍ટેજ પ્રોગ્રામો કરે છે.

(2:44 PM IST)