News of Saturday, 2nd May 2026
સ્વ. મધુબેન શુકલનું સેવામય જીવન પ્રેરણારૂપઃ સાંસદ રૂપાલા
સ્વ. ચીમનકાકાના પત્નીને ભાવભીની શ્રધ્ધાંજલી

રાજકોટ તા. ર :.. ભાજપના સંસદ સભ્ય અને પૂર્વ કેન્દ્રીય મંત્રીશ્રી પરસોતમ રૂપાલાએ પીઢ નેતા સ્વ. શ્રી ચીમનભાઇ શુકલના જીવનસાથી મધુબેનના અવસાન અંગે દુઃખની લાગણી વ્યકત કરી શ્રધ્ધાંજલી અર્પણ કરી છે.
શ્રી રૂપાલાએ જણાવેલ કે સ્વ. મધુબેનના જીવનનો આદર્શ, રાષ્ટ્રભાવ, સેવાભાવ અને જીવન જીવવાની પ્રણાલિકા હંમેશા પ્રેરણાદાયી રહેશે. ઇશ્વર તેમના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરુ છું.
(10:37 AM IST)










