હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
હાઇકોર્ટ બેંચના મુદ્દે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના વકીલોની હડતાલઃ કલેકટર-મામલતદારને આવેદનપત્રો અપાયા
૪૩ વર્ષ જુની હાઇકોર્ટ બેંચની માંગણીનો ફરી સળવળાટ : રાજકોટ ખાતે શનિવારની બેઠકમાં લેવાયેલ નિર્ણય બાદ સૌરાષ્ટ્રભરના વકીલોની સામુહિક હડતાલઃ જીલ્લા કક્ષાએ કલેકટરો તાલુકા કક્ષાએ મામલતદારોને આવેદનપત્રો પાઠવાયાઃ વકીલ હડતાલના કારણે અદાલતોની કાર્યવાહી ઠપ્પ

રાજકોટઃ રાજકોટને ગુજરાત હાઇકોર્ટની બેંચ આપવાના મુદ્દે અગાઉ સૌરાષ્ટ્રભરના બાર.એસો.ના હોદેદારોની મળેલ બેઠકમાં નક્કી થયેલા કાર્યક્રમોના ભાગરૂપે આજ રોજ રાજકોટ બાર.એસો.ના એડવોકેટો કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા. કોર્ટ પરીસરમાં સુત્રોચ્ચારો કરી જીલ્લા કલેકટરશ્રી ઓમપ્રકાશને આવેદનપત્ર પાઠવવામાં આવેલ તે પ્રસંગની તસ્વીરમાં જીલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવતા રાજકોટ બાર. એસો.ના પ્રમુખ સુમીત વોરા, સેક્રેટરી નિલેશ જી. પટેલ તેમજ ગુજરાત બાર કાઉન્સીલના મેમ્બર દિલીપ કે. પટેલ, મહિલા એડવોકેટ તેમજ નીચેની તસ્વીરમાં એડવોકેટ પરેશ બી.મારૂ, સાગઠીયા, જયેન્દ્ર બી.ગોંડલીયા, યોગેશ ઉદાણી, એડવોકેટ સિધ્ધરાજસિંહ જાડેજા, એડવોકેટ પંકજ આર.દોંગા, વિજયભાઇ કે.રૈયાણી, ભાર્ગવ પંડયા, સમીર ખીરા વિગેરે નજરે પડે છે. અત્રે એ ઉલ્લેખનીય છે કે આજ રોજ સૌરાષ્ટ્રભરના ૮૦ જેટલા એડવોકેટ એસો.ના સભ્યો સૌરાષ્ટ્રમાં કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહયા હતા તેમ એડવોકેટ દિલીપભાઇ પટેલે જણાવ્યું હતું. (તસ્વીરઃ અભીજીત બગથરીયા)
રાજકોટ, તા., ૨૯: રાજકોટને ગુજરાત હાઇકોર્ટની બેંચ મળવાના મુદ્દે ફરી વકીલો દ્વારા આંદોલનની શરૂઆત થયેલ છે. ગત શનિવારે રાજકોટ ખાતે મળેલી સૌરાષ્ટ્ર-કચ્છના વકીલોની બેઠકમાં નક્કી થયા મુજબ આજે ૧૧ કલાકે રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરના જીલ્લા અને તાલુકા મથકોએ વકીલ સંગઠનો દ્વારા કલેકટર-મામલતદારને આવેદનપત્ર પાઠવીને વકીલોએ અરજન્ટ કાર્યવાહીને બાદ રાખીને તમામ જીલ્લા અને તાલુકા મથકોએ સૌરાષ્ટ્રભરના બાર એસો.ના વકીલ સંગઠનો એક દિવસની પ્રતિક હડતાલમાં જોડાયા હતા.
આજે સવારના ૧૧ કલાકે રાજકોટ બાર. એસો.ના પ્રમુખ સુમીત વોરા, ઉપપ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી નિલેષ પટેલ બાર. કાઉન્સીલના મેમ્બર દિલીપભાઇ પટેલ, અમૃતાબેન ભારદ્વાજ સહિતના હોદેદારો, કારોબારી સભ્યો ઉપરાંત શહેરના વિવિધ વકીલ મંડળો અને સીનીયર-જુનીયર વકીલોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને રાજકોટ જીલ્લા કલેકટર કચેરીએ કલેકટરશ્રીને આવેદનપત્ર પાઠવેલ હતું. અને કોર્ટ કચેરીની કાર્યવાહીમાં વકીલોએ ભાગ નહી લેતા રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરની અદાલતોમાં કોર્ટ કાર્યવાહીઓ ઠપ્પ થઇ જવા પામી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળે તે માટે ૧૯૮૩થી લડત આપવામાં આવી રહી છે. જેને ૪૩ વર્ષ થઈ જવા છતાં રાજકોટને હાઈકોર્ટની બેન્ચ મળી નથી. આ મુદ્દ આજે ે રાજકોટ, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ગીર સોમનાથ, જામનગર અને મોરબીના વકીલો અરજન્ટ કાર્યવાહી સિવાય કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહયા હતાં.
રાજકોટના વકીલો આજે સવારે ૧૧ વાગ્યે કલેકટરને આવેદનપત્ર આપેલ હતું. રાજકોટના વકીલ સૂત્રોએ જણાવ્યું કે રાજયમાં કેશુભાઈ પટેલની સરકાર આવી તે વખતથી રાજકોટને હાઈકોર્ટની બેન્ચ આપવાના વાયદા થઈ રહ્યા છે. ૨૦૨૨માં યોજાયેલી વિધાનસભાની ચુંટણીમાં પણ ભાજપે રાજકોટને હાઈકોર્ટ બેન્ચનું વચન આપ્યું ! હતું. આમ છતાં આજ સુધી હાઈકોર્ટની બેન્ચ મળી નથી.
ગયા વર્ષે જ ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટીસ ગુજરાત અને કેન્દ્રસરકારને સૌરાષ્ટ્ર-કચ્છ માટે રાજકોટને હાઈકોર્ટની બેન્ચ કેમ જરૂરી છે તે અંગેની વીધિવત દરખાસ્ત કરવામાં આવી હતી. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છની વસતી, ભૌગોલિક પરિસ્થિતિનો ચિતાર આપવામાં આવ્યો હતો.
હાઈકોર્ટમાં હાલ સૌરાષ્ટ્ર-કચ્છના ૪૦ ટકા કેસો હોય છે. આ સ્થિતિમાં જો રાજકોટને હાઈકોર્ટ બેન્ચ મળે તો સૌરાષ્ટ્ર-કચ્છની જનતાને ઘરઆંગણે સસ્તો અને ઝડપી ન્યાય મળી શકે તેમ છે. એટલું જ નહીં મુસાફરીનો સમય પણ બચી શકે તેમ છે. આ મુદ્દે આજ. સૌરાષ્ટ્રના વકીલોએ હડતાળ પાડી જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેકટર, ડે.કલેકટર અને મામલતદાર વગેરેને - આવેદનપત્ર પાઠવેલ હતા. અને વકીલોએ આજે એક દિવસની પ્રતિક હડતાલમાં જોડાયા. સૌરાષ્ટ્રની કોર્ટ કાર્યવાહીઓ ઠપ્પ થઇ જવા પામી હતી.
અન્ય રાજયોમાં એકથી વધુ બેન્ચ, ગુજરાતને કેમ નહિ?
અન્ય રાજયોની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં હાલ ચાર, પヘમિ બંગાળમાં ત્રણ, માત્ર ૧.૪૦ કરોડની વસતી ધરાવતા આસામમાં ચાર, કણોટકમાં બે, મધ્યપ્રદેશમાં ત્રણ અને રાજસ્થાનમાં બે હાઈકોર્ટ બેન્ચ છે. આમ છતાં ગુજરાતને બીજી હાઈકોર્ટ બેન્ચ કેમ આપવામાં આવી રહી નથી તેવો સવાલ હવે વકીલો ઉઠાવી રહ્યા છે.










