<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 29th June 2026

રાજકોટના બે જજની કોર્ટના બહિષ્‍કારના મુદ્દે વકીલોનો પ્રચંડ વિરોધઃ કોર્ટના દરવાજા પાસે વકિલો દ્વારા ભારે વિરોધ સાથે સૂત્રોચ્‍ચાર

વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેતા અદાલતી કાર્યવાહી ખોરવાઈઃ કાલે બાર એસો.ની જનરલ બોર્ડની બેઠક મળશે

રાજકોટની કોર્ટના બે ન્‍યાયાધીશોની કોર્ટના બહિષ્‍કારના મુદે આજે વકીલોએ  કોર્ટ પાસે સુત્રોચાર કરી ભારે વિરોધ કર્યો હતો પ્રસ્‍તુત તસ્‍વીરમાં બાર એસો.ના પ્રમુખ સુમિત વોરા, નિલેશ પટેલ સહિતના હોદેદારો કારોબારી સભ્‍યો બીસીઆઇના મેમ્‍બર દિલીપભાઇ પટેલ સહિતના વકીલો તેમજ વકીલોની હડતાલના કારણે કોર્ટની લોબી તેમજ વકીલોના ટેબલો સુમસામ ભાસી રહયા હતા. તસ્‍વીરમાં બાર કાઉન્‍સીલ ઓફ ઇન્‍ડિયાના મેમ્‍બર દિલીપ પટેલ, બાર એશો.ના પ્રમુખ સુમિત વોરા, સેક્રેટરી નિલેશ પટેલ, કેતન મંડ, યોગેશઉદાણી, પરેશ પાદરિયા, નિકુંજ શુકલ, સ્‍તવન મહેતા, જયેન્‍દ્ર ગોંડલીયા, રાજેશ મહેતા, પ્રકાશસિંહ ગોહિલ, પરેશ મારૂ, કેતન સિંધવા, સુરેશ સાવલીયા, રાજભા ગોહિલ, સમીર ખીરા, કિશન વાલ્‍વા, ધર્મેન્‍દ્ર જરીયા, હેમાંગ જાની, વિજય દવે, સંજય ડાંગર, ભાર્ગવ પંડયા, હસમુખ સાગઠિયા, ભાવેશ મકવાણા, તુષાર બસલાણી, બલરામ પંડિત, અમિત ગડારા, અજય પીપળીયા, ભાવેશ બાંભવા સહિતના નજરે પડે છે.(તસ્‍વીરઃ સંદિપ બગથરીયા)(૬.૧૧)

રાજકોટ, તા ૨૯: રાજકોટની કોર્ટના બે ન્‍યાયાધીશોની ગેરવર્તણુકના બાબતે વકીલો દ્વારા ચાલતા વિરોધના ભાગરૂપે આજે વકીલોએ રાજકોટ બાર એસોસીએશનના ઠરાવના અનુસંધાને ઘંટેશ્વર ખાતે આવેલ નવી કોર્ટની બહાર દરવાજા નજીક ભારે સૂત્રોચારો સાથે વિરોધ પ્રગટ કર્યો હતો અને આજના દિવસ માટે વકીલો કોર્ટકાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા જેના કારણે અરજન્‍ટ કાર્યવાહી ઉપર અસર પડી હતી. આજની વકિલ હડતાલના કારણે કોર્ટની કાર્યવાહી ખોરંભાઈ ગયેલ હતી.

દરમિયાન જાણવા મળતી માહિતી મુજબ આવતિ કાલે બપોરે એક વાગે બાર એસો.ની જનરલ બોર્ડની બેઠક મળી રહેલ છે. જેમાં હાઇકોર્ટના યુનિક જજ સાથે થયેય ચર્ચા મુજબ ૧પ દિવસનો સમય અપાયો હોય કામથી હડતાલ સમેટાઇ જવાની સંભાવના છે, જો ૧પ દિવસમાં ઉકેલ ન આવે તો ફકત આગળની કાર્યવાહી નકકી થશે.

રાજકોટ બાર એસોસિયેશનની મળેલ બેઠકમાં નક્કી થયા મુજબ આ અગાઉ હાઇકોર્ટના યુનિક જજ શ્રી વોરા સમક્ષ રજૂઆત કરવાનું નક્કી થયું હતું અને આ અંગે વિડિયો કોન્‍ફરન્‍સ ના માધ્‍યમથી મીટીંગ નું આયોજન પણ થયેલ પરંતુ તેમાં કોઈ નિવેડો નહીં આવતા વકીલોએ આજે કોર્ટની બહાર મુખ્‍ય દરવાજા નજીક ભારે સૂત્રોચાર સાથે વિરોધ નોંધાવ્‍યો  હતો અને આ બંને જજોની કોર્ટેનો બહિષ્‍કાર કરી મોટી સંખ્‍યામાં વકીલોએ સૂત્રોચારો કર્યા હતા મળતી માહિતી મુજબ હજુ પણ વિડીયો કોન્‍ફરન્‍સ ના માધ્‍યમથી આ અંગે એકાદ બે દિવસમાં વાટાઘાટો થાય તેવી સંભાવના વ્‍યક્‍ત થઈ રહી છે આ બારામાં રાજકોટ બાર એસોસિએશને આવતીકાલે જનરલ બોર્ડની બેઠક પણ બોલાવાઇ હોવાનું જાણવા મળે છે.

રાજકોટ કોર્ટના બે જજની કોર્ટના બહિષ્‍કારના મુદ્દે રાજકોટના મુખ્‍ય બાર એસોસિએશન ના ઠરાવ માં ક્‍લેમ બાર એસોસિએશન, મહિલા બારએસોસિએશન, નોટરી બાર એસોસિએશન, રેવન્‍યુ બારએસોસિએશન, કન્‍ઝ્‍યુમર બાર એસોસિએશને પણ સમર્થન આપ્‍યું છે.

અગાઉ ડિસ્‍ટ્રિક્‍ટ જજ અને રાજકોટ જિલ્લાના હાઇકોર્ટના યુનિટ જજ ની વકીલો સાથે વિડીયો કોન્‍ફરન્‍સના માધ્‍યમથી મીટીંગનું આયોજન કરાયું હતું પરંતુ આ મીટિંગમા યોગ્‍ય નિર્ણય નહીં આવતા આજે કોર્ટના મુખ્‍ય દરવાજા પાસે સવારે ૧૧ વાગ્‍યે વકીલો દ્વારા સૂત્રોચાર કરી વકીલોએ કોર્ટ કાર્યવાહીનો બહિષ્‍કાર કર્યો હતો.

રાજકોટના બે જજની કોર્ટના બહિષ્‍કારના મુદ્દે બાર. એસો.ના ઠરાવને વિવિધ મંડળોએ સમર્થન જાહેર કરેલ છે જેમાં રાજકોટ બાર એસોસિએશન ઉપરાંત નોટરી, રેવન્‍યુ બાર, મહિલા બાર કન્‍ઝ્‍યુમર બાર દ્વારા રાજકોટ બાર એસો.ના ઠરાવને સમર્થન મળેલ છે રાજકોટની મુખ્‍ય અદાલતો, ફેમિલી બાળઅદાલત સહિતની તમામ કોર્ટોમાં આજે વકીલો દ્વારા કામગીરીનો બહિષ્‍કાર કરવામાં આવ્‍યો હતો અને વિરોધ પ્રદર્શન કરી સૂત્રોચ્‍ચાર કરવામાં આવ્‍યા હતાં.

 

(2:54 PM IST)