<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 31st October 2026

શાપર-વેરાવળમાં ૧.૦પ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે ૩ શખ્‍સોને એલસીબીએ ઝડપી લીધા

તસ્‍વીરમાં પકડાયેલ ત્રણેય શખ્‍સો દારૂના જથ્‍થા અને રીક્ષા સાથે નજરે પડે છે.

રાજકોટ, તા. ૩૧: શાપર-વેરાવળમાં ૧.૦પ લાખના વિદેશી દારૂના જથ્‍થા સાથે ૩ શખ્‍સોને રૂરલ એલસીબીએ ઝડપી લીધા હતા.

રાજકોટ ગ્રામ્‍ય જિલ્લાના પોલીસ અધિક્ષક વિજય સિંહ ગુર્જર દ્વારા દારૂ-જૂગારની પ્રવૃતિ નાબુદ કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય જે અન્‍વયે રૂરલ એલસીબીએ દરોડો પાડી આરોપી નીલેશ રમેશભાઇ ધામેલીયા (ઉ.૩૩) રહે. શાપર (વે.) પરફેકટ હોટલ પાછળ શ્રીનાથજી સોસા. સુરેશભાઇ ચકાભાઇ ઉર્ફે જઠાભાઇ વાજેલીયા રહે. શાપર (વે.) ગંગા, ફોર્જીંગ ગેઇટ અંદર તથા કિશન પ્રેમજીભાઇ સોલંકી રહે. શાપર (વે.) ગામ વચ્‍છરાજ ડેરી ફાર્મ સામે ને વિદેશી દારૂની ૭પ૦ એમ. એલ. શીલબંધ ફુલ બોટલો નંગ ૧પ૪, કિ. રૂા. ૧,૦પ,૬૪૪, મો. નંગ ૩, કિ. રૂા. ૧પ હજાર તથા રીક્ષા રજી. નં. જી.જે.-૦૩-બીયુ-૪૪૭૭ કિં. રૂા. ૮૦ હજાર મળી કુલ કિ. રૂા. ર,૦૦,૬૪૪ ના મુદામાલ સાથે પકડી પાડી શાપર-વેરાવળ પોલીસને હવાલે કર્યા હતાં.

આ કાર્યવાહી એલસીબી રાજકોટ ગ્રામ્‍યના પીઆઇ જે. પી. રાવલ, પીએસઆઇ એચ. સી. ગોહીલ, પીએસઆઇ કે. એમ. ચાવડા, પીએસઆઇ આર. વી. ભીમાણી, પીએસઆઇ પી. એન. ભરવાડ, એએસઆઇ બાલકૃષ્‍ણભાઇ ત્રિવેદી, એએસઆઇ બ્રિજરાજસિંહ જાડેજા, એએસઆઇ રોહીતભાઇ બકોત્રા, એચસી શીવરાજભાઇ ખાચર, એચસી છત્રપાલસિંહ જાડેજા, એચસી પ્રતાપસિંહ સોલંકી જોડાયેલ હતાં.

(11:39 AM IST)