<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે શ્‍યામકિણ પાર્કમાં એલસીબી ઝોન-૧નો દરોડોઃ ૧.૩૪ લાખના દારૂ સાથે ઉમેશ પકડાયોઃ કાર પણ કબ્‍જેઃ ગોરધન હરપાલનું નામ ખુલતાં શોધખોળ

રાજકોટઃ એલસીબી ઝોન-૧ ટીમે આજીડેમ ચોકડી માંડાડુંગર પાસે શ્‍યામકિરણ પાર્ક-૧માં રહેતાં દરોડો પાડી ઉમેશ શરદભાઇ છીતા (ઉ.વ.૨૨)ને દારૂના જથ્‍થા સાથે ઝડપી લીધો હતો. ગોરધન નામના શખ્‍સનું નામ ખુલતાં તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. પોલીસે ૧,૩૪,૪૦૦નો વિદેશી દારૂ અને કાર મળી કુલ ૬,૩૪,૪૦૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો.

પીએસઆઇ એમ. કે. મોવલીયા, મનરૂપગીરી અને ટીમના કોન્‍સ. મહાવીરસિંહ ચુડાસમા, હેડકોન્‍સ. હિતેષભાઇ પરમાર, એન. એ. ગઢવી, કોન્‍સ. નિખીલભાઇ પીરોજીયા સહિતે માંડા ડુંગર પાસે શ્‍યામકિરણ પાર્ક-૧માં દરોડો પાડયો હતો. અહિ કારમાંથી દારૂ ઉતારી રહેલા ઉમેશ છીતાને ઝડપી લીધો હતો. તેણે આ દારૂ ગોરધન હરપાલ નામના શખ્‍સના કહેવાથી ઉતારી રહ્યાનું કહેતાં પોલીસે ગોરધનની શોધખોળ હાથ ધરી છે. ડીસીપી ઝોન-૧ હેતલ પટેલની રાહબરીમાં આ કામગીરી કરવામાં આવી હતી.

(6:25 PM IST)