તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 25th July 2026
દારૂના ગુનામાં છ મહિનાથી ફરાર ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશને એલસીબી ઝોન-૧ ટીમે રાજસ્થાનથી પકડયો
આજીડેમ પોલીસમાં નામ ખુલતાં ફરાર હતોઃ પીએસઆઇ મોવલીયા, મનરૂપગીરી, હરેશભાઇ સહિતે જગદીશસિંહ, હિતેષભાઇ, રવિરાજભાઇ પટગીર, મહાવીરસિંહ ચુડાસમાની બાતમીથી પકડી લીધો

રાજકોટ તા. ૨૫: શહેરના આજીડેમ પોલીસ સ્ટેશનના દારૂના ગુનામાં છ મહિનાથી ફરાર ઓમપ્રકાશ ઉર્ફે પ્રકાશ પાંચારામ બેનીવાલ (રહે. મુળ રાજસ્તાન કાતરલા ગામ જી. બાલોતરા)ને આજીડેમ પોલીસે રાજસ્થાન ખાતેના તેના ઘરેથી પકશડી લઇ આજીડેમ પોલીસને સોંપ્યો છે.
અલગ અલગ પોલીસ સ્ટેશનોના ગુનામાં તેમજ વચગાળાના જામીન પર કે પેરોલ રજા પર છુટીને ફરાર થઇ જતાં આરોપીઓને શોધી કાઢવાની ઝુંબેશ અંતર્ગત એલસીબી ઝોન-૧ ટીમે આ શખ્સને પકડી લીધો હતો. છ મહિના પહેલા તેના વિરૂધ્ધ દારૂનો ગુનો નોંધાયો હતો. ડીસીપી હેતલ પટેલની સુચના અંતર્ગત પીએસઆઇ એમ. કે. મોવલીયા, એએસઆઇ હરેશભાઇ પરમાર, મનરૂપગીરી ગોસ્વામી, હેડકોન્સ. જગદીશસિંહ પરમાર, હિતેષભાઇ પરમાર, હિતેન્દ્રસિંહ ઝાલા, નરેન્દ્રભાઇ ગઢવી, કોન્સ. રવિરાજભાઇ પટગીર, નિખીલભાઇ પીરોજીયા, મહાવીરસિંહ ચુડાસમાએ આ કામગીરી કરી હતી.
(2:21 PM IST)










