News of Wednesday, 29th July 2026
એલસીબી ઝોન-૨એ ભીલવાસમાંથી રીઢા શખ્સો ઇરફાન-સદામનો વિદેશી દારૂનો જથ્થો પકડયો
ઓરડીમાંથી વ્હીસ્કીના ૪૮૦ ‘ચપલા' મળ્યાઃ બીજા દરોડામાં ભીલવાસના પંકજને ૨૪ ‘ચપલા' સાથે પકડયોઃ ઇરફાનનું નામ ખુલ્યું: પીએસઆઇ એસ. વી. ચુડાસમા, ટીમના જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડજા, રાજેશભાઇ સહિતની કામગીરી

રાજકોટ તા. ૨૯: શહેરના ભીલવાસમાં મણીની વાડી તરીકે ઓળખાતા વિસ્તારમાં આવેલી ઓરડીમાં વિદેશી દારૂનો જથ્થો ઉતર્યો હોવાની બાતમી પરથી એલસીબી ઝોન-૨ ટીમે દરોડો પાડી રૂા. ૧,૬૦,૮૦૦ની કિંમતનો વિદેશી દારૂ કબ્જે કર્યો છે. આ ઉપરાંત પારસી અગીયારી ચોકમાં એક શખ્સને ટુવ્હીલર પર દારૂની હેરફેર કરતા પકડયો હતો. તેની પાસેથી ૨૪ બોટલ દારૂ મળ્યો હતો.
જાણવા મળ્યા મુજબ દારૂ જૂગારની પ્રવૃતિ અટકાવવા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ભીલવાસમાં ઇદગાહ મસ્જીદ પાછળ મણીની વાડી પાસે આવેલી સદામ ઉર્ફે ગડો સમશેરભાઇ કાથરોટીયાએ ઇરફાન નજીરભાઇ ઠાસરીયા સાથે મળી ઓરડીમાં દારૂનો જથ્થો ઉતાર્યો છે. આને આધારે દરોડો પાડવામાં આવતાં ઓરડીમાંથી રૂા. ૧,૬૦,૮૦૦ની કિંમતના ૧૮૦ એમએલ વ્હીસ્કીના ૪૮૦ ‘ચપલા' મળી આવ્યા હતાં.
જો કે ઓરડીમાં સદામ ઉર્ફે સમશેર અને ઇરફાન ઠાસરીયા હાજર ન હોઇ બંને સામે ગુનો દાખલ કરી દારૂ કબ્જે કર્યો હતો. પોલીસના જણાવ્યા મુજબ સદામ ઉર્ફે ગડો કાથરોટીયા અને ઇરફાન બંને અગાઉ પણ ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુક્ય છે. જેમાં સદામ વિરૂધ્ધ એ-ડિવીઝન, પ્ર.નગરમાં ઠગાઇ, ચોરી, મારામારી, હત્યાનો મળી ચાર ગુના નોંધાયા હતાં. જ્યારે ઇરફાન વિરૂધ્ધ ઉપલેટા, પ્ર.નગર, ડીસીબી, ગીર સોમનાથ, યુનિવર્સિટી, ગાંધીગ્રામ પોલીસમાં દારૂ, મારામરી, જૂગારના મળી ૧૫ ગુના નોંધાઇ ચુક્યા છે. આ બંનેની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
બીજા દરોડામાં ટીમે બાતમીને આધારે ભીલવાસ શેરી નં. ૪ના ખુણેથી પંકજ નટુભાઇ કડવાતર (રહે. ભીલવાસ-૩)ન નંબર પ્લેટ વગરના ટુવ્હીલર સાથે સકંજામાં લઇ તલાશી લેતાં તેની પાસેથી રૂા. ૮૦૪૦ના ૧૮૦ એમએલ વ્હીસ્કીના ૨૪ ચપલા મળતાં કબ્જે કરી દારૂ, વાહન મળી રૂા. ૫૮૦૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. પુછતાછમાં તેણે આ દારૂ ભીલવાસના આસીફ મીનીવાડીયા પાસેથી લઇ આવ્યાનું કબુલ્યું હતું.
પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય માંડલીક, ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઇની સુચનાથી ઉપરોક્ત કામગીરી પીએસઆઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિયાત્રા, હેડકોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઇ વાધીયા, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા, અનુજભાઇ ડાંગર, કોન્સ. કુલદીપસિંહ રાણા, મૈસુરભાઇ કુંભારવાડીયાએ કરી હતી.
(2:11 PM IST)










