<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 23rd July 2026

એલસીબી ઝોન-૨ ટીમે બે દરોડામાં દારૂના જથ્‍થા સાથે ત્રણને પકડયા

નવા ૧૮૦ રીંગ રોડ, કાલાવડ રોડ પરથી દિવ્‍યરાજસિંહ, અક્ષય અને દિનેશ જેઠવાની ધરપકડઃ પીએસઆઇ ચુડાસમા અને ટીમની કામગીરી

રાજકોટ તા. ૨૩: એલસીબી ઝોન-૨ ટીમે દારૂના બે દરોડામાં ત્રણ શખ્‍સોને પકડી લઇ બોટલો કબ્‍જે કરી હતી.

ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે બાતમી પરથી નવા ૧૫૦ રીંગ રોડ પર મલ્‍ટી બ્રાન્‍ડ ગેરેજવાળા રોડ પર સાયફોક્‍સ બિલ્‍ડીંગ નજીકથી દિવ્‍યરાજસિંહ જયેન્‍દ્રસિંહ જાડેજા  (ઉ.વ.૨૧-રહે. શુકન રેસીડેન્‍સી ફલેટ નં. બી-૨૦૨, અવધ રોડ), મુળ રીંજપર જી. જામનગર) તથા અક્ષય રમેશભાઇ ગોપાણી (ઉ.વ.૨૫-રહે. શુકન રેસીડેન્‍સી ફલેટ નં. ૨૦૨, મુળ નાની વાવડી ધોરાજી)ને ટુવ્‍હીલર નં. જીજે૦૩એનએસ-૦૫૪૭માં દારૂની ૭ મોટી બોટલો અને ૨૪ ચપલા મળી રૂા. ૧૨૩૨૦ના દારૂ સાથે પકડી લઇ વાહન સહિત ૬૨૩૨૦નો મુદ્દામાલ કબ્‍જે કર્યો હતો. દિવ્‍યરાજસિંહ હાલ કંઇ કામ કરતો નથી, જ્‍યારે અક્ષય ગેરેજ ચલાવે છે. આ બંને પાસેથી ૭૫૦ એમએલની રોયલ ક્‍લાસીકની ૨ બોટલ, ઓલ સીઝન્‍સની ૫ બોટલો અને ૧૮૦ એમએલના ૨૪ ચપલા મળી આવ્‍યા હતાં.

જ્‍યારે બીજા દરોડામાં કાલાવડ રોડ ક્‍લાસીક ગ્રેનાઇટ એન્‍ડ મારબલની પાછળની શેરીમાં સેન્‍ટીંગના ડેલામાંથી દિનેશ દેવશીભાઇ જેઠવા (ઉ.વ.૫૩-રહે. આર્યાલેન્‍ડ સોસાયટી, અંબિકા ટાઉનશીપ પાસે)ને રૂા. ૮૫૦ના એઇટ પીએમ વ્‍હીસ્‍કીના પાંચ ચપલા સાથે પકડી લઇ કાર્યવાહી કરવામાં આવી હતી. પીએસઆઇ એસ. વી. ચુડાસમાની રાહબરીમાં એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઇ મિંયાત્રા, શક્‍તિસિંહ ગોહિલ, મૈસુરભાઇ કુંભારવાડીયા, ધર્મરાજસિંહ ઝાલા સહિતની ટીમે આ કામગીરી કરી હતી. 

(3:20 PM IST)