<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 19th July 2026

એલસીબી ઝોન-૨ ટીમે પરસાણાનગર રેફ્યુજી કોલોની પાસેથી બિયર ભરેલી વેરના ગાડી પકડી: બે બુટલેગર નીતિન આને પ્રિયેશ બેટરીની શોધખોળ

પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એ.એસ.આઈ. જયંતીભાઈ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, રાજેશભાઈ મિયાત્રા અને ટીમની કાર્યવાહી

રાજકોટ: શહેરમાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર સંપૂર્ણપણે અંકુશ મેળવવા અને અસરકારક કામગીરી કરવા માટે પોલીસ કમિશ્નર બ્રજેશકુમાર ઝા, જેસીપી ચૈતન્ય મંડલીક તથા ડીસીપી ઝોન-૨ રાકેશ દેસાઈ દ્વારા કડક સૂચનાઓ આપવામાં આવી હતી. આ આદેશના પગલે રાજકોટ શહેર એલ.સી.બી. ઝોન-૨ ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એસ.વી. ચુડાસમા તથા એલ.સી.બી. ઝોન-૨ ની ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન એલ.સી.બી. ઝોન-૨ ના કર્મચારીઓને સંયુક્ત ખાનગી રાહે એક ચોક્કસ બાતમી મળી હતી કે, હોસ્પિટલ ચોક તરફથી જામટાવર ચોક તરફ એક સફેદ કલરની હ્યુન્ડાઈ વેરના ગાડી નંબર જી.જે. ૦૩ કે.પી. ૬૧૨૦ આવી રહી છે. આ ગાડીમાં અગાઉ દારૂના ગુનાઓમાં પકડાઈ ચૂકેલા નામચીન બુટલેગરો નીતિન ઉર્ફે ગઠ્ઠો દેવજીભાઈ પરમાર તથા પ્રિયેશ ઉર્ફે બેટરી અરવિંદભાઈ સોલંકી ભારતીય બનાવટના વિદેશી દારૂ/બિયરનો જથ્થો રાખીને હેરાફેરી કરી રહ્યા છે.

​મળેલી ચોક્કસ હકીકતના આધારે એલ.સી.બી. ઝોન-૨ ની ટીમે વોચ ગોઠવી હતી. આ તપાસ દરમિયાન પરસાણાનગર મેઈન રોડ રેફ્યુજી કોલોનીમાં આવેલી શંકર ફ્લોર મિલ પાસેથી બાતમી વાળી સફેદ કલરની વેરના ગાડી મળી આવી હતી. પોલીસે ગાડીની તલાશી લેતા તેમાંથી 'ગોડફાધર ધ લેજેન્ડરી ક્લાસીક સ્ટ્રોંગ' બ્રાન્ડના ૫૦૦ એમ.એલ. કંપની શીલ પેક વિદેશી બિયરના કુલ ૧૬૨ નંગ ટીન મળી આવ્યા હતા, જેની કિંમત રૂ. ૩૩,૫૦૦ થાય છે. આ સાથે પોલીસે રૂ. ૭,૦૦,૦૦૦ની કિંમતની વેરના ગાડી સહિત કુલ રૂ. ૭,૩૩,૫૦૦નો મુદ્દામાલ કબ્જે કરીને કાયદેસરની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ગુનામાં સંડોવાયેલા બંને આરોપીઓ નીતિન ઉર્ફે ગઠ્ઠો દેવજીભાઈ પરમાર (રહે. રાજકોટ) અને પ્રિયેશ ઉર્ફે બેટરી અરવિંદભાઈ સોલંકી (રહે. રાજકોટ) હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને પકડવાના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે નાસી છૂટેલા આરોપીઓ પૈકી નીતિન ઉર્ફે ગઠ્ઠો અગાઉ ૪ ગુનામાં અને પ્રિયેશ ઉર્ફે બેટરી પ્રોહિબિશન તથા પાસા સહિત કુલ ૧૫ જેટલા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

​આ કામગીરી એલ.સી.બી. ઝોન-૨ ના પીએસઆઇ એસ.વી. ચુડાસમા, એ.એસ.આઈ. જયંતીભાઈ ગોહિલ, એ.એસ.આઈ. હરપાલસિંહ જાડેજા, એ.એસ.આઈ. રાજેશભાઈ મિયાત્રા તેમજ પો.હેડ કોન્સ. ધર્મરાજસિંહ ઝાલા, હેમેન્દ્રભાઈ વાધિયા, શક્તિસિંહ ગોહિલ, સત્યજીતસિંહ જાડેજા, સહદેવસિંહ જાડેજા અને અનુજભાઈ ડાંગર જોડાયા હતા. આ ઉપરાંત ટીમમાં પો.કોન્સ. કુલદીપસિંહ રાણા, શિવભદ્રસિંહ ગોહિલ અને મૈસુરભાઈ કુંભારવાડિયા દ્વારા કરવામાં આવી હતી.

(6:32 PM IST)