<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

સજાના વોરન્‍ટમાં ફરાર વિક્કીને એલસીબી ઝોન-૨ ટીમે પકડયો

રાજકોટ તા. ૨૭: સજાના વોરન્‍ટમાં નાસતા ફરતાં વધુ એક શખ્‍સને એલસીબી ઝોન-૨ ટીમે પકડી લીધો હતો. ટીમ પેટ્રોલીંગમાં હતી ત્‍યારે માહિતી પરથી વિક્કી હરસુખભાઇ વાગડીયા (રહે. આરએમસી ક્‍વાર્ટર નં. ૯૮૧, બાપા સિતારામ ચોક, રૈયા રોડ)ને પકડી લેવાયો હતો. આ શખ્‍સને ફોજદારી કેસમાં સજા પડી હોઇ સજાનું વોરન્‍ટ નીકળ્‍યા બાદ તે ફરાર થઇ ગયો હતો.

ડીસીપી રાકેશ દેસાઇની સુચના અંતર્ગત પીએઅસાઇ એસ. વી. ચુડાસમા, એએસઆઇ જયંતિભાઇ ગોહિલ, હરપાલસિંહ જાડેજા, હેડકોન્‍સ. શક્‍તિસિંહ ગોહિલ, હેમેન્‍દ્રભાઇ વાધીયા, સત્‍યજીતસિંહ જાડેજા, અનુજભાઇ ડાંરગ, કોન્‍સ. શીવભદ્રસિંહ ગોહિલે આ કામગીરી કરી હતી. 

(3:25 PM IST)