તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 2nd June 2026
ઇસ્કોન મંદિર રાજકોટના આગેવાનો મહાપાલિકાના નવા પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ : આંતરરાષ્ટ્રીય કળષ્ણ ભાવનામળત સંઘ (ઇસ્કોન) મંદિર રાજકોટના પ્રતિનિધિમંડળે રાજકોટ મહાનગરપાલિકા (RMC)ના નવનિયુક્ત પદાધિકારીઓની શુભેચ્છા મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન મેયર ડૉ. નેહલ શુક્લા, ડેપ્યુટી મેયર શ્રીમતી દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પિપળીયા, શાસક પક્ષના નેતા ડૉ. હિરેનભાઈ ખિમાણિયા તથા દંડક શ્રી સંજયસિંહ રાણા સાથે સૌહાર્દપૂર્ણ મુલાકાત યોજાઈ હતી. ઇસ્કોન મંદિર રાજકોટ તેમજ પ્રમુખ શ્રીમાન વૈષ્ણવસેવા પ્રભુજી તરફથી તમામ પદાધિકારીઓને તેમની નવી જવાબદારીઓ માટે હાર્દિક શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ પ્રસંગે તેમને આધ્યાત્મિક જ્ઞાનના અમૂલ્ય ગ્રંથ શ્રીમદ્ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે તેમજ શ્રીકળષ્ણ મહા-સાદ અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે જ ઇસ્કોન રાજકોટ મંદિર પધારવા માટે તોહભર્યું આમંત્રણ પણ આપવામાં આવ્યું હતું. ઇસ્કોન રાજકોટના પ્રમુખ વૈષ્ણવસેવા પ્રભુજીએ આશા વ્યક્ત કરી હતી કે નવનિયુક્ત પદાધિકારીઓના નેતળત્વ હેઠળ રાજકોટ શહેર વિકાસ, સુશાસન અને જનકલ્યાણના નવા આયામો સર કરશે. ભગવાન શ્રીકળષ્ણ તેમને નાગરિકોની સેવા માટે સદબુદ્ધિ, શક્તિ અને આધ્યાત્મિક પ્રેરણા પ્રદાન કરે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.
(11:35 AM IST)










