હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
રઘુવંશી ખખ્ખર દંપતિ-પુત્રને સામુહિક આપઘાત માટે મજબૂર કરનારા લેણદારો સામે કાયદાનો સિકંજો કસવાની તૈયારી
માતા-પિતા સાથે આપઘાત કરી લેનારા નિશીત ખખ્ખરની કોલ ડિટેઇલને આધારે તપાસઃ શકમંદો, મિત્રોની પુછતાછઃ એસીપી બારીયા, પીઆઇ દવેની ટીમ દ્વારા તપાસનો ધમધમાટ

રાજકોટ તા. ૧૦: શહેરના સાધુ વાસવાણી રોડ પર આવેલા યોગેશ્વર પાર્કમાં રહેતા પીડબલ્યુડીના નિવળત્ત કર્મચારી રઘુવંશી દિલીપભાઈ નટવરલાલ ખખ્ખર (ઉ.વ. ૭૨), તેમના પત્નિ સ્મિતાબેન (ઉ.વ. ૬૫) અને પુત્ર નિશિતભાઇ (ઉ.વ. ૩૨) દ્વારા ે ઝેર ગટગટાવી સામુહિક આપઘાત કરી લીધાની ઘટનાએ સમગ્ર શહેર અને રઘુવંશી સમાજમાં અરેરાટી ફેલાવી દીધી છે. આ ઘટનામાં આ પરિવારજનોને સામુહિક આત્મહત્યા કરી લેવા મજબૂર કરનારા લેણદારો સામે ગમે ત્યારે કાયદાનો સિકંજો કસી કાર્યવાહી કરવાની તજવીજ થઇ રહી છે. તપાસ દરમિયાન જે કોઇની પણ ભુમિકા આ આપઘાત પાછળ સામે આવશે તેની સામે કાર્યવાહી થવાના એંધાણ છે.
શરૂઆતમાં આ ઘટનામાં આર્થિક સંકડામણ કારણભુત હોવાનું સામે આવ્યું હતું જો કે લેણદારોનું દબાણ પણ કારણભૂત હોવાની શંકા સાથે ચર્ચાઓ જાગી હોઇ પોલીસે તપાસ આગળ ધપાવી છે. હાલ તુર્ત પોલીસે મૃતક નિશીતભાઇના મોબાઇલ ફોનની કોલ ડિટેઇલને આધારે તપાસ આગળ ધપાવી છે અને જે કોઇ શંકાસ્પદ કોલ કે નંબરો જણાયા છે તેની પુછતાછ શરૂ કરવા તજવીજ આદરી છે. એસીપી આર. એસ. બારીયા અને પીઆઇ સી. અને. દવે દ્વારા આ તપાસ કરવામાં આવી રહી છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે હાલ કોલ ડિટેઇલ સહિતની વિગતોને આધાર બનાવી તપાસ શરૂ થઇ છે. આગળ જતાં મૃતકના કુટુંબી દ્વારા ફરિયાદ દાખલ કરાવામાં આવ્યે તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે.
સોમવારે વૃધ્ધ દંપતિ અને યુવાન દિકરાએ એકસાથે વિષપાન કરી લેતાં સગા સંબંધીઓ, મિત્ર વર્તુળ દ્વારા તેમને હોસ્પિટલ ખસેડવા દોડી ગયા હતા. પણ સ્મિતાબેનનું હોસ્પિટલ પહોંચતા જ કરૂણ મોત નીપજ્યું હતું, જ્યારે પુત્ર નિશિતભાઇ અને પિતા દિલીપભાઈની સારવાર દરમિયાન આંખ મીંચાઈ ગઈ હતી. બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ મથકના પીઆઇ સી.એન. દવે સહિતનો પોલીસ કાફલો તેમજ એસીપી આર. એસ. બારીયા સહિતના અધિકારીઓએ પોહંચી કાર્યવાહી કરી હતી.
બીજી તરફ રઘુવંશી સમાજના આગેવાનો, કાર્યકરો પણ મોટી સંખ્યામં હોસ્પિટલે દોડી આવ્યા હતા અને તટસ્થ તપાસની માંગ કરી હતી. પોલીસની પ્રાથમિક તપાસમાં પરિવાર આર્થિક સંકડામણ અનુભવતો હોવાનું બહાર આવ્યું હતું. સાચું કારણ જાણી શકાય અને મળતકોને ન્યાય મળે તે હેતુથી પોલીસે મળતક નિશિત, દિલીપભાઈ અને સ્મિતાબેનના મોબાઈલ ફોન કબ્જે કરી તેમની કોલ ડિટેઈલ્સ-સીડીઆરના આધારે તપાસ આગળ ધપાવી છે. પોલીસે શંકાના આધારે નિશિતના કેટલાક મિત્રો અને ઓળખીતાઓની પુછપરછ શરૂ કરી છે.
યુનિવર્સિટી પોલીસ સ્ટેશનના પીઆઇ સી.એન. દવેના જણાવ્યા અનુસાર પરિવારના સભ્યો ઊંડા શોકમાં ગરકાવ હોવાથી તેમની અંતિમવિધિ પુર્ણ થયા બાદ વિગતવાર નિવેદનો નોંધવામાં આવશે. આ સ્વજનો પાસેથી જે કોઇ બાબત જાણવા મળશે તેના આધારે જરૂર જણાએ ગુનો દાખલ થશે. એસીપી આર. એસ. બારીયાએ પણ જણાવ્યું હતું કે હાલ કોલ ડિટેઇલ્સના આધારે ટીમ કામ કરી રહી છે. આગળ જતાં વિશેષ કાર્યવાહી થઇ શકે છે.










